મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતા દંપતી સહિત પાંચ પ્રવાસીઓના કરુણ મોત, અન્ય 7 લોકો ઘાયલ

બંગાળ(Bengal)ના પ્રવાસીઓથી ભરેલી એક મિની બસ ઉત્તરાખંડ(Uttarakhand)ના મુન્સિયારીથી કૌસા(Kaunsa from Munsiyari)ની પરત ફરી રહી હતી અને બુધવારે બપોરે જસરૌલી ગામ(Jasrauli village)ના બિટોપ નજીક ઊંડી ખીણ(Deep…

બંગાળ(Bengal)ના પ્રવાસીઓથી ભરેલી એક મિની બસ ઉત્તરાખંડ(Uttarakhand)ના મુન્સિયારીથી કૌસા(Kaunsa from Munsiyari)ની પરત ફરી રહી હતી અને બુધવારે બપોરે જસરૌલી ગામ(Jasrauli village)ના બિટોપ નજીક ઊંડી ખીણ(Deep valley)માં પડી ગઈ હતી. આ અકસ્માતમાં દંપતી સહિત પાંચ પ્રવાસીઓના મોત(Death of five tourists) થયા હતા. ખાડામાં પડતા પહેલા મિનિ બસે અન્ય વાહનને પણ ટક્કર મારી હતી. જેના કારણે અન્ય વાહન પણ પલટી મારી ગયું હતું.

આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હતા. બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે કાપકોટ બ્લોકમાં ફરસાલી નજીક જસરૌલી ગામમાં 12 પ્રવાસીઓને લઈ જતી મિની બસ (UK-04/PA-1376) અસંતુલિત ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં બંગાળના પાંચ પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. મિનિબસે ખાઈમાં પડતા પહેલા પ્રવાસીઓના બીજા ટેમ્પો ટ્રાવેલર UK-04/PA-1755ને પણ ટક્કર મારી હતી.

જેના કારણે બીજું વાહન પણ કાબુ બહાર જઈને રોડ પર પલટી ગયું હતું. જેમાં 10 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને કપકોટ સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

અકસ્માતમાં મૃતકોના નામ:
1. કિશોર ઘટક (59) પુત્ર પાર્વતી ચંદ, સિયાસોલ નિવાસી, રાણીગંજ, આસનસોલ પશ્ચિમ બંગાળ
2. સલોની ચક્રવર્તી (55) પત્ની, જદુનાથ, પશ્ચિમ બંગાળની રહેવાસી
3. સુબ્રતો ભટ્ટાચાર્ય (61) પુત્ર સુશીલ ભટ્ટાચાર્ય, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, બર્ધમાન પશ્ચિમ બંગાળ
4. ચંદના ખાન પત્ની (64) તિયુખાન સમોજ, ટીડીઆર કોલેજ કેમ્પસ રાણીગંજ આસનસોલ પશ્ચિમ બંગાળ
5. રૂના ભટ્ટાચાર્ય (56) પત્ની સુબ્રતો ભટ્ટાચાર્ય, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ, બર્ધમાન પશ્ચિમ બંગાળના રહેવાસી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *