સંસ્કૃતના શ્લોકોને યાદ રાખવા અને શ્લોકોનું સાચુ ઉચ્ચારણ કરવા માટે પૂજા કરનારા પંડિતોએ પણ ખુબ જ મહેનત કરેલી હોય છે. પરંતુ મહારાષ્ટ્રના પુણેમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ શ્લોકને યાદ રાખવા અને મુખપાઠ કરવાના મામલે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ બાળકીનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. આ નાનકડી બાળકીની પ્રતિભાથી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ડોટ કોમમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જે ઉંમર બાળકોનો રમવાનો સમય હોય છે. ત્યારે આ જ ઉમરની એક પુણેની પાંચ વર્ષની બાળકી માહિકાએ તેમનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે. માહીકાએ 5 મિનિટમાં 30 શ્લોક બોલીને રેકોર્ડ બનાવ્યો છે.
માહિકાની માતા સારિકાએ જણાવ્યું હતું કે તેની પુત્રી દરરોજ સવારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક વાંચવાની કોશીશ કરતી હતી. ત્યારબાદ તેમની માતાને તેમની બાળકી વિશેની રુચિ વિશે ખબર પડી. પછી તેમણે માંહિકાને શ્લોક યાદ રખાવવામાં મદદ કરી અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રેરણા આપી. મે માહીકાનો શ્લોકનો મુખપાઠ કરતી હતી તે વિડીઓ બનાવ્યો હતો અને ત્યારબાદ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સનો ખિતાબ જીત્યો હતો. નાની બાળકી હોવા છતાં પણ માહિકા સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ રીતે ઉચ્ચાર કરે છે.
બાળકીની માતાએ જણાવતા કહ્યું છે કે, દરરોજ સવારે તેના ઘરે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને તેમાં શ્લોકોનો પાઠ કરવામાં આવે છે. માહિકાની શાળાના આચાર્ય શ્રુતિકાએ કહ્યું કે હું આ મોટી જીત માટે માહિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માહિકા અમારી શાળામાં ભણે છે, તે આપણા માટે ગૌરવની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.