એ ત્રણ ગુજ્જુ દીકરીઓ જે ઓલીમ્પિકમાં મેડલ લાવીને સર્જી શકે છે ઈતિહાસ

ટોક્યો ઑલિમ્પિક રમતની શરૂઆત શુક્રવારથી થઇ ગઈ છે, જેમાં કેટલાક ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કરીને મહત્ત્વની સિદ્ધી હાંસલ કરી છે. ત્યારે આ વખતે…

ટોક્યો ઑલિમ્પિક રમતની શરૂઆત શુક્રવારથી થઇ ગઈ છે, જેમાં કેટલાક ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કરીને મહત્ત્વની સિદ્ધી હાંસલ કરી છે. ત્યારે આ વખતે ટોક્યો ખાતે આયોજિત ઑલિમ્પિક્સમાં ગુજરાતની ત્રણ મહિલા ખેલાડીઓએ ક્વૉલિફાઈ કરીને મહત્ત્વની સિદ્ધી હાંસલ કરી છે.

મહિલાઓને મળેલી સિદ્ધિ તેમનું નસીબ નહિ પણ ઘણા વર્ષોની આકરી મહેનતનું પરિણામ છે. ‘રમતજગતના મહાકુંભ’ ઑલિમ્પિકમાં ભારત દેશ ધીમે-ધીમે પોતાની જગ્યા બનાવી રહ્યું છે. ત્યારે તેમાં ગુજરાતીઓ પણ ભારતની સફળતાનો એક ભાગ બની રહ્યા છે.

ત્યારે આ વખતે જાપાનના ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક રમતમાં ભારતના સંખ્યાબંધ ખેલાડીઓ ભાગ લેનારા છે, જેમાં ત્રણ અલગ અલગ રમતમાં ગુજરાતથી આવતા ત્રણ મહિલા ખેલાડીઓ પણ ભાગ લઇ રહ્યા છે. ટેનિસમાં સાનિયા મિર્ઝા જેવાં અનુભવી મહિલા ખેલાડી અને અંકિતા રૈના વિમેન્સ ડબલ્સમાં હિસ્સો લેશે. જો શક્ય બને તો અંકિતાને વિમેન્સ સિંગલ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળી શકે છે. ઑલિમ્પિકસમાં ચોથી વખત સાનિયા મિર્ઝા રમી રહ્યા છે. જયારે અંકિતા માટે આ પ્રથમ મોટી રમત છે, જયારે તે ‘રમતગમતના મહાકુંભ’માં ભાગ લેશે.

આવી જ રીતે સમગ્ર વિશ્વમાં શૂટિંગ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા શૂટિંગ ખેલાડી ઇલાવેનિલ વલારિવન પ્રથમ વખત ઑલિમ્પિક્સમાં રમવાના છે. સાથે સાથે સ્વિમિંગ ક્ષેત્રે અમદાવાદની માના પટેલને તક મળી છે.સ્વિમિંગ ક્ષેત્રે ભારત અત્યાર સુધીમાં કોઈ વર્લ્ડ લેવલે કે ઑલિમ્પિક્સ સ્તરે સારું પ્રદર્શન કરી શક્યું નથી. પરંતુ અમદાવાદની માના પટેલમાં આ ક્ષમતા છે અને સાથે સાથે તેમને એક વિશેષ કૅટેગરીમાં સ્થાન મળ્યું છે. જયારે અન્ય બે મહિલા ખેલાડીઓ પણ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સિદ્ધિ મેળવીને ટોક્યોની ટિકિટ મેળવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *