નાનકડી દીકરી અને આર્મી જવાનનો આ વિડીયો જોઈ દરેક દુઃખ-દર્દ ભુલાઈ જશે

વાયરલ(Viral): સોશિયલ મીડિયા પર એવા ઘણા પ્રકારના વિડીયો વાયરલ(Viral video) થાય છે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, ક્યારેક કોઈ એવો વિડીયો હોય છે…

વાયરલ(Viral): સોશિયલ મીડિયા પર એવા ઘણા પ્રકારના વિડીયો વાયરલ(Viral video) થાય છે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, ક્યારેક કોઈ એવો વિડીયો હોય છે જે જોઈને તમારી આંખો ભીની થઈ જાય છે. તે જ સમયે, તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને માત્ર સેનાના જવાનો જ નહીં પણ વીડિયો જોઈ રહેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા(Social media) પર આ માસૂમનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ ફેન્સ પણ દીકરીના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પાંચ વર્ષની માસૂમ દીકરીનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ દીકરી મેટ્રો સ્ટેશન પર સેનાના જવાનોને જુએ છે, પહેલા તો તે તેમની સામે જોતી જ રહી જાય છે અને થોડીવાર પછી જ્યારે સૈનિકો બાળકીને જોઈને હસી પડે છે.

દીકરીએ વિલંબ કર્યા વિના સૈનિકોના પગને સ્પર્શ કર્યો. માસૂમ બાળકીને આવું કરતી જોઈને ખુદ સૈનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જે કોઈ પણ આ વિડિયો જોઈ રહ્યું છે તે પણ સ્તબ્ધ છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- શું વાત છે, છોકરીએ દિલ જીતી લીધું છે, જ્યારે બીજા ફેન્સે કોમેન્ટ કરતા લખ્યું કે, આ વિડીયોએ ઈજ્જતમાં વધુ વધારો કર્યો છે. તો એ જ યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, તેને સંસ્કાર કહેવાય છે. જયારે અમુક લોકો કહી રહ્યા છે કે, માં-બાપના સંસ્કાર દીકરીમાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *