તમે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રગીત સાંભળ્યું જ હશે. જ્યારે આપણે રાષ્ટ્રગીત સાંભળીએ છીએ ત્યારે આપણને એક અલગ જ જુસ્સો આવે છે. દેશભક્તિની લાગણી આપણામાં આવે છે. દેશભક્તિને લગતા ઘણા વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પરંતુ આજે અમે તમને એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, તે સૌથી અલગ અને અનોખો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. 5 વર્ષની બાળકીનો રાષ્ટ્રગીત ગાતો વીડિયો બધા કરતા અલગ જ તરી આવે છે. યુવતીએ દેશના સૈનિકો સાથે રાષ્ટ્રગીત ગાયું હતું. રાષ્ટ્રગીત સાંભળીને તમામ યુઝર્સ તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
આ વીડિયોમાં એસ્થર હન્મટે(Esther Hnamte) નામની એક બાળકી છે. તેની ઉંમર હજુ 5 વર્ષની છે. તે મણિપુરની છે. તે દેશના સૈનિકો સાથે જન ગણ મન ગાતી જોવા મળે છે. એસ્ટર સુંદર લાગે છે કારણ કે તે આસામ રાઇફલ્સ સાથે મળીને રાષ્ટ્રગીત ગાય છે.
મણિપુરના એસ્ટરનાં આ સુંદર ગીત સાથે ભારતને 75 માં સ્વતંત્રતા દિવસની અનોખી ભેટ મળી છે. આ છોકરીએ રાષ્ટ્રગીત એવી રીતે ગયું છે કે, આખી દુનિયા તેના ચાહક બની ગઈ. આટલી નાની ઉંમરે એસ્ટર ખુબ જ સરસ રીતે રાષ્ટ્રગીત ગાય રહી છે. આ વીડિયો ભારતીય સેનાની યુટ્યુબ ચેનલ પર મુકવામાં આવ્યો છે, જેને 8 લાખથી વધુ લોકોએ જોયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.