ગજબ છે: આ ગામમાં માખીઓ નથી થવા દેતી લગ્ન, જાણો સમગ્ર મામલો

Animal Attacks: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના સહેડી ગામમાં એક પોલટ્રી ફાર્મ અહીંયાના છોકરા તેમજ છોકરીઓ માટે શ્રાપ બની ગયું છે. તેના લીધે તેમના લગ્ન નથી થઈ રહ્યા. સબંધ જોવા માટે લોકો આવે તો છે, પરંતુ એક કારણને લીધે સંબંધ તૂટી જાય છે. આનું સૌથી મોટું કારણ મરઘા ઉછેર કેન્દ્રને કારણે થતી માખીઓ છે. તેને લીધે છેલ્લા ઘણા વર્ષોથી સેકડો છોકરા-છોકરીઓના (Animal Attacks) લગ્ન નથી થઈ રહ્યા. સંબંધીઓ આ માખીઓનું ઝુંડ જોઈને જ ગામમાંથી પાછા જતા રહે છે. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે ગ્રામજનોએ આંદોલનનો સહારો લીધો છે. તેના ગુસ્સાને જોઈને આ ફાર્મના માલિક અને ધારાસભ્ય દ્વારા પંચાયત બોલાવવામાં આવી હતી. ત્યારબાદ આ ફાર્મને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના બાદ યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ગાજીપુર જિલ્લાના સહેડી ગામમાં વર્ષ 2014માં રાજ્ય સરકારની યોજના અંતર્ગત મરઘા ઉછેર કેન્દ્ર ખોલવામાં આવ્યું. જેમાં લગભગ રોજના ₹60,000 ઈંડાઓ આપતી હતી. શરૂઆતમાં આ ફાર્મને લીધે આજુબાજુના લોકોને કોઈ મુશ્કેલી થઈ ન હતી. પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ગામના લોકોને ખુબ મુશ્કેલી પડી રહી હતી. જેનું કારણ આ મરઘા ઉછેર કેન્દ્રને લીધે આ ગામમાં એટલી બધી માખીઓ થઈ ગઈ હતી કે લોકોનું ખાવા-પીવાનું પણ હરામ થઈ ગયું હતું. એટલી હદ સુધી કે જનાવરો પણ આ માખીઓને કારણે ખૂબ મુશ્કેલીમાં હતા.

લગ્ન માટે જોવા તો આવતા હતા પરંતુ સંબંધ થતા ન હતા
ગામ લોકોની સમસ્યા ત્યારે વધી ગઈ જ્યારે તેમના દીકરા અને દીકરીઓના લગ્ન થઈ રહ્યા ન હતા, જ્યાં તેમને ચા-પાણી માટે લઈ જતા હતા પરંતુ ત્યાં જ માખીઓનું મોટું ઝુંડ આવી જતું હતું. તેથી આ કારણે ગામમાં છોકરા છોકરીઓના સંબંધ જોવા માટે લોકો આગવવા પણ તૈયાર ન હતા. પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે છેલ્લા ઘણા સમયથી ગામમાં સેકડો છોકરાઓ અને છોકરીઓના લગ્ન થયા નથી.

ગામજનોએ કર્યું આંદોલન
આ તમામ સમસ્યાઓને લીધે ગામની મહિલાઓ તથા પુરુષોએ આંદોલન કર્યું હતું. તે કોઈપણ સંજોગોમાં ફેક્ટરી બંધ કરાવવા માંગતા હતા. તેની જાણકારી ત્યાંના ધારાસભ્ય જય કિશન સાહુને મળી, ત્યારબાદ તેમણે આ ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે ફેક્ટરીના માલિક પ્રદીપ અગ્રવાલ સાથે વાતચીત કરી અને તેને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય, આ ફાર્મના માલિક પ્રદીપ અગ્રવાલ, ગામના સરપંચ અને સેકડો ગ્રામીણ લોકો વચ્ચે પંચાયત બેઠી હતી. ગામના લોકો એક જ વાતને વળગીની રહ્યા હતા કે આ ફાર્મ બંધ થવું જોઈએ.

30 એપ્રિલે ફાર્મ બંધ થશે
ઘણા કલાકો સુધી ચાલેલી પંચાયત બાદ ફેક્ટરી માલિકે 30 એપ્રિલ સુધી આ ફાર્મ ચલાવવા માટે ગ્રામજનો પાસે મંજૂરી માંગી હતી. અને ત્યારબાદ આ ફાર્મ બંધ કરી દેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ કાયદેસરનું લખાણ થયા બાદ ગામજનોએ આ પ્રદર્શન અને આંદોલન સમાપ્ત કર્યું હતું.

ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ
ત્યાંના ધારાસભ્ય જય કિશન સાહુએ આ સમસ્યાને લઈને જણાવ્યું હતું કે હવે આ ગામના છોકરા છોકરીઓના લગ્ન થઈ શકશે. ગામના એક યુવક અવિનાશ આઝાદ એ જણાવ્યું હતું કે હવે તેના ભાઈ અને તેના પોતાના લગ્ન થવાનો રસ્તો સાફ થઈ ગયો છે, કારણ કે જ્યારે તેમના ઘરે કોઈ પણ સંબંધી આવતા તો તે માખીઓને લીધે ભાગી જતા હતા. ગામના સરપંચે પણ જણાવ્યું કે આજથી આ ફાર્મ બંધ થવાની જાહેરાતને કારણે ગામમાં ખુશીનો માહોલ છે.