ટેક ઓફ કરતાની સાથે જ આગ લાગતા છુટું પડી ગયું પ્લેનનું ટાયર, લેન્ડીંગ દરમ્યાન તાળવે ચોટયા મુસાફરોના જીવ- જુઓ VIDEO

એક પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ દુર્ઘટનાનો શિકાર બનવાનું હતું. તેના એક પૈડામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ત્યાંથી છુટું પડી રનવે પાસે પડ્યું હતું.…

એક પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ દુર્ઘટનાનો શિકાર બનવાનું હતું. તેના એક પૈડામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ત્યાંથી છુટું પડી રનવે પાસે પડ્યું હતું. આ વ્હીલનું વજન 100 કિલો જણાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે તે વ્હીલ વિના જ વિમાને હજારો કિલોમીટર દૂર બીજા દેશના એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કર્યું હતું.

આ ઘટના 11 ઓક્ટોબરની છે. કાર્ગો પ્લેન બોઈંગ 747 ડ્રીમલિફ્ટર અકસ્માતનો શિકાર બન્યું હતું. તે ઈટાલીના ટેરેન્ટો એરપોર્ટથી અમેરિકાના ચાર્લ્સટન એરપોર્ટ જઈ રહ્યું હતું. આ દરમિયાન પ્લેનમાંથી એક વ્હીલ નીકળી ગયું અને નીચે પડી ગયું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે સિમ્પલ ફ્લાઈંગ સાથેની વાતચીતમાં બોઈંગે જણાવ્યું હતું કે વિમાને યુએસમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે.

કંપનીએ જણાવ્યું કે… ‘ડ્રીમલિફ્ટર કાર્ગો વિમાને ઇટાલીના ટેરેન્ટો-ગ્રોટાગલી એરપોર્ટ પરથી ટેક-ઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરનું એક વ્હીલ ગુમાવ્યા બાદ ચાર્લ્સટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ વિમાન એટલાસ એર દ્વારા સંચાલિત હતું. અમે આ ઘટનાની તપાસમાં ઓપરેટરને મદદ કરીશું.’

તમને જણાવી દઈએ કે ડ્રીમલિફ્ટર પ્લેનમાં 18 વ્હીલ્સ છે. વિડિયોમાં, ટેક ઓફ કર્યા પછી તરત જ લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. આ પછી પ્લેનનું પૈડું છુટું પડ્યું અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે રનવે પર પડી જાય છે. ઇટાલિયન અખબાર કોરીરે ડેલા સેરાના જણાવ્યા અનુસાર, પ્લેનનું વ્હીલ પાછળથી રનવેના છેડે એક ખેતર માંથી મળી આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *