કોરોના વાઈરસ મહામારી વચ્ચે સુરતથી દેશ-વિદેશ જતા વિમાનો બંધ કરવામાં આવ્યા હતા. તો હાલમાં સુરતમાંથી વિદેશ જતા લોકો માટે સારા સમાચાર છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે એર ઈન્ડિયા એરલાઈન્સ કંપનીઓએ રસ દાખવ્યો છે. સુરતના એરપોર્ટ પરથી ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગોનું સીધું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એક ખુશીની વાત એ છે કે સુરતથી જે ફ્લાઈટ ઉપડશે તે દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ, ઈમિગ્રેશન પ્રોસેસમાંથી છૂટકારો આપવામાં આવ્યો છે. દિલ્હી ફ્લાઈટથી સિંગલ PNRથી જઈ શકાશે. હવે સુરતથી સીધા ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગોનું સીધુ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. 23 જુલાઈથી એર ઈન્ડિયા પ્રારંભ કરશે.
અઠવાડિયામાં બે દિવસ મળનારી આ સુવિધામાં સુરતથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ 6.30 વાગે ઉપડશે. તેવી રીતે સુરતથી ન્યૂયોર્કની ફ્લાઈટ 4.45 વાગે અને સુરતથી શિકાગોની ફ્લાઈટ 5.20 વાગે ઉપડશે. ૩જીથી સુરતને મળનારી આ સુવિધા લોકો માટે આર્શીવાદરૂપ બનશે.
સુરતમાંથી સીધા વિદેશ જનારી ફ્લાઈટ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે આ સુવિધા ચાલું કરવામાં આવી છે. કોરોનાના કારણે દિલ્હી એરપોર્ટ ઉપર કસ્ટમ અને ઇમિગેશન પ્રોસેસમાંથી છુટકારો મળશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતથી ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોની સીધી ટીકીટ મળશે. તેના માટે 23 જુલાઈ 2020થી એર ઈન્ડિયાનો પ્રારંભ થશે. એર ઇન્ડિયાની દિલ્હી ફ્લાઈટની ટીકીટથી સીંગલ પીએનઆરથી જઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news