મહારાષ્ટ્રના ભંડારામાં પૂરથી લોકો પરેશાન છે. પરંતુ શ્રમજીવી પરિવાર પર એક અલગ પ્રકારની મુશ્કેલી આવી છે. પુત્રીના લગ્ન માટે એકત્ર કરેલા પૈસા પૂરમાં ભીંજાઈ ગયાં. બીજા મહિનામાં, મજૂર તેની પુત્રીના લગ્ન કરાવવાનો હતો. હવે આ પરિવારને બાકીના પૈસા રસ્તા પર સુકાવવાની ફરજ પડી છે. જેની તેની પુત્રીના લગ્ન થઇ શકે.
પૈસા સિવાય લગ્ન માટે એકત્રિત કરેલી દરેક ચીજ વસ્તુ પણ પૂરનાં પાણીમાં તણાઈ ગઈ હતી. આ ગરીબ પરિવાર ચારે બાજુથી ભોગ બન્યો છે. પુત્રીના લગ્ન આવતા મહિને થવાના હતા. વિદર્ભમાં વૈંગાંગા નદીમાં પુર આવી ગયું છે.
કેટલાક વિસ્તારોમાં પૂરના પાણીની અસર થોડી ઓછી થઈ છે, પરંતુ નુકસાનના અનેક ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે કોઈનો સામાન બગડ્યો છે તો કોઈનું ઘર તૂટી ગયું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
પૂરને કારણે ભંડારા અને ગોંધિયા જિલ્લામાં 1994 જેવી સ્થિતિ નિર્માણ પામી છે. પૂરને કારણે લગભગ ૧૮ હજાર લોકો પ્રભાવિત થયા છે. જેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં ઘણા મકાનો, ખેડૂતોના પાક સહિત અન્ય વસ્તુઓ પણ પૂરની ઝપેટમાં આવી ગઈ છે.
પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ માટે એનડીઆરએફની 4 ટીમોને પુણેથી નાગપુર એરલીફ્ટ કરવામાં આવી છે. આ ટીમો નાગપુર અને ચંદ્રપુર જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે. ચંદ્રપુરના બ્રહ્મપુરી વિસ્તારના 5 ગામોમાં વૈંગાંગા નદીનું પાણી ભરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews