કાર બેકાબુ થતા ઉંડા ખાડામાં ખાબકી, એક પોલીસ કોન્સ્ટેબલનું મોત અને આટલા લોકો ઘાયલ

રાજધાની શિમલામાં કાર બેકાબૂ ઉંડા ખાડામાં પડી જતા એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. મંગળવારે મોડી રાત્રે…

રાજધાની શિમલામાં કાર બેકાબૂ ઉંડા ખાડામાં પડી જતા એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. મંગળવારે મોડી રાત્રે જુંગા વિસ્તારમાં અશ્વની ખાડ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. જીવ ગુમાવનાર પોલીસ કોન્સ્ટેબલની ઓળખ અવિનાશ તરીકે થઈ છે. તે રાજ્યપાલની પાઇલટ કારનો ડ્રાઇવર હતો.

કારમાં સવાર તેમના મિત્રો સચિન તેમજ શુભમ ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ ૧૫૦ મીટર ઊંડા ખાડામાં ખાબકયા થી કારના કુચા બોલી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તેમજ બચાવકાર્ય શરૂ કર્યું હતું. કોન્સ્ટેબલ અવિનાશ ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ અધિક્ષક શિમલા મોહિત ચાવલાએ બુધવારે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ધેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને અકસ્માતની ઘટનાની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *