Ahemdabad Flower Show 2024: ભારત અને વિદેશના સુંદર ફૂલો જોવા માટે તૈયાર થઈ જાઓ.આજે રોજ અમદાવાદ શહેરમાં ફ્લાવર શો-24 (Ahemdabad Flower Show 2024) નો પ્રારંભ થઇ રહ્યો છે.જેમાં 15 લાખ જેટલા ફૂલછોડની સજાવટથી મોઢેરા સૂર્યમંદિર, નવું સંસદભવન અને ચંદ્રયાન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ પર કલાકૃતિઓ બનાવવામાં આવી છે.જેમાં 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર આ સુંદર ઇવેન્ટનો આનંદ માણી શકાશે.
30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન
અમદાવાદ શહેરમાં આજથી રિવર ફ્રન્ટ ફ્લાવર ગાર્ડન શો શરૂ થયો છે. AMC દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલોના છોડ જોવા મળશે.
દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો અહીં ફ્લાવર શો જોવા આવે છે.આ ફ્લાવર શોમાં મુખ્યત્વે વાઈબ્રન્ટ ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, નવું સંસદ ભવન, કાર્ટૂન કેરેક્ટર, મોઢેરા સૂર્ય મંદિર સાત ઘોડા, ચંદ્રયાન, મહિલા સશક્તિકરણ વગેરે ઉપરાંત વડનગરના તોરણની આકર્ષક ગેટવે પ્રતિકૃતિનો સમાવેશ થાય છે.જેમાં સાત લાખથી પણ વધુ પ્રકારના વિવિધ ફૂલો જોવા મળશે.
ફ્લાવર શોની ટિકિટ કેટલી?
ફ્લાવર શો માટેની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં 10 અને એલિસબ્રિજની નીચે 10 ટિકિટ વિન્ડો છે. રિવરફ્રન્ટના પૂર્વ છેડે 5 ટિકિટ વિન્ડો પણ બનાવવામાં આવી છે. જો કે, પૂર્વમાંથી આવતા લોકોએ ઈવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે યુટલબ્રિજની ટિકિટ ખરીદવી પડશે.ફ્લાવર શો જોવા માટે લાખો લોકો ઉમટી પડે છે. સોમવારથી શુક્રવાર સુધીના વિવિધ ફ્લાવર શોના મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 50 રૂપિયા છે. શનિવાર અને રવિવારે ફૂલ પ્રદર્શન માટે 75 રૂપિયા ફી લેવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કોર્પોરેશને 12 વર્ષથી નીચેના બાળકોને ફીમાં એન્ટ્રી આપી છે. આ સિવાય લોકો QR કોડ સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકે છે.
30થી વધુ વિદેશી ફૂલો જોવા મળશે
આ અંગે મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ફૂલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ફ્લાવર શોની મુલાકાત લેતા લોકોના અગાઉના પ્રતિસાદને કારણે આ વર્ષે પણ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.તેમણે કહ્યું કે 400 મીટર લાંબુ ફૂલનું માળખું પેટુનિયા જેવી ફૂલોની પ્રજાતિના 7 લાખથી વધુ છોડ દ્વારા બનાવવામાં આવ્યું છે. વિદેશી ફૂલોની 30 થી વધુ પ્રજાતિઓ પણ જોવા મળશે. આ ઉપરાંત 15 લાખથી વધુ ફૂલોના છોડ જેવા કે વિમાકા, ગાઝાનિયા, એન્ટિરહીનિયમ, એસ્ટર, ટોર્નિયા, પિન્સેન્ટિયા જર્બેરા, દહલિયા વગેરે જોવા મળશે. ફૂલછોડના વેચાણ માટે 8 ખાનગી નર્સરી સ્ટોલ હશે. જંતુનાશક દવાઓ, બિયારણ, બગીચાના સાધનો અને અન્ય વસ્તુઓનું વેચાણ કરતા 21 સ્ટોલ હશે. ખાણી-પીણીને લગતી 15 જેટલી ફૂડ કોર્ટ પણ હશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube