સુરતના ટેક્સટાઈલ વિવર્સ શા માટે મુકાયા ચિંતામાં?

Fogwwa weaver’s in Tension: કેન્દ્ર સરકાર દ્વારા યાર્નના કાપડ આગામી દિવસોમાં BIS નો નિયમ લાગુ કરવામાં જઈ રહી છે.જેની અંતિમ ડેડલાઇન 5મી ઓક્ટોબર છે.બીઆઇએસ લાગુ થવાના કારણે સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ પર તેની માઠી અસર પોહચે તેવી ભીતિ ફેડરરેશન ઓફ ગુજરાત ટેકસ્ટાઇલ્સ ટ્રેડર્સ એસોસિયેશન (Fogwwa) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

કેન્દ્રીય ટેક્સ્ટાઇલ વિભાગ આગામી દિવસોમાં યાર્ન પર ઇન્ડિયન બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડનો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે.જેની અંતિમ ડેડલાઈન પાંચમી ઓક્ટોબર આપવામાં આવી છે. કેન્દ્રીય ટેક્સટાઇલના આ નિર્ણય સામે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ ટેક્સટાઇલ એસોસિયેશન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત ટેક્સટાઇલ એસોસીએશન કહેવું છે કે સુરતના વિવિંગ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે. પરંતુ સરકાર જે બીઆઈએસ નો નિયમ લાગુ કરવા જઈ રહી છે, તેના કારણે આ રોજગારી પણ છીનવાઈ જવાની ભીતિ રહેલી છે..ખેતી બાદ સૌથી વધુ કમાણી કરી આપતો ઉદ્યોગ એ ટેક્સટાઇલ ઉદ્યોગ છે. પરંતુ આ BIS નો નિયમ લાગુ થવાથી સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાળાએ (Fogwwa Ashok Jirawala) જણાવ્યું હતું કે,બીઆઈએસનો નિયમ લાગુ થવાની પાંચમી ઓક્ટોબર ની ડેડ લાઈન છે.વીવર્સ ને આ નિયમથી કોઈ વાંધો નથી પરંતુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની અંદર વીવર્સ જ્યારે એક્સપોર્ટ કરે ત્યારે આ કપડું પરત ના આવે તે રીતે નિયમને લાગુ કરવો જોઈએ. હમણાં સુધી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા જે યાર્ન આપવામાં આવ્યું છે તેની કોઈ ગેરંટી આપવામાં આવી નથી. જે તે સમયે પાસે રહેલા મશીનો 150 ની સ્પીડે ચાલતા હતા. પરંતુ હાલની વર્તમાન સ્થિતિ એવી છે કે મોડેલાઈઝેશન મશીનો છે અને તે બારસો ની સ્પીડે ચાલી રહ્યા છે. સરકાર દ્વારા જે પ્રમાણે ખાનગી કંપની સાથે મળી બીઆઈએસ લાગુ કરવા જઈ રહી છે. તેના કારણે વિવર્ષ પાસે રહેલા મોડેલાઈઝેશન અપડેટ મશીનો ભંગાર ના ભાવે વેચવા માટે મજબુર બનવું પડશે. જે મશીન થકી લાખો લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે તે રોજગારી પણ છીનવાઈ જશે તેવી ભીતિ છે.

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા બીઆઇએસવાળા યાર્નનો નિયમ આગામી દિવસોમાં લાગુ કરવા જઈ રહી છે.. સરકારના આ નિયમ સામે સુરતના વિવર્સ વાંધો ઉઠાવી રહ્યા છે. જોકે સરકારે દ્વારા આ નિયમ લાગુ કરવાની અંતિમ તારીખ પાંચમી ઓક્ટોબર આપવામાં આવી છે. પરંતુ સુરતના વિવર્ષ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 25 લાખ લોકોની રોજગારી છીનવાઇ જાય તેવી ભીતિ વિવર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ તો વેપારીઓ સરકારના આ નિર્ણયનો અસ્વીકાર કરી રહ્યા છે અને બી આઈ એસ નો નિયમ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે વિવર્ષની આ રજૂઆતના પગલે સરકાર આગામી દિવસોમાં કયો મહત્વનો નિર્ણય લે છે તેના પર સૌ વિવર્સ અગ્રણીઓની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *