મોટા સમાચાર: ખાદ્યતેલને લઈને મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય

સતત વધી રહેલી મોંઘવારી(Inflation) વચ્ચે કેન્દ્ર સરકારે ખાદ્યતેલ(edible oil)ના ભાવને નિયંત્રણમાં રાખવા માટે મોટો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ ખાદ્ય તેલના ભાવમાં વધારાને રોકવા માટે આયાત પરની કસ્ટમ ડ્યુટી(Customs duty)માં મુક્તિ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તહેવારોની સિઝનમાં દેશમાં ખાદ્યતેલનો વપરાશ વધી જાય છે. આવી સ્થિતિમાં જો આ સમયગાળા દરમિયાન તેલની કિંમતોમાં વધારો થયો હોત તો સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકોને મોટો આંચકો લાગ્યો હોત. ખાદ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ચોક્કસ ખાદ્યતેલો પર રાહતદરે આયાત શુલ્ક માર્ચ 2023 સુધી લાગુ રહેશે.

6 મહિના માટે વધી સમય મર્યાદા:
ખાદ્ય મંત્રાલયના નિવેદનને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલની આયાત પરની રાહત કસ્ટમ ડ્યુટીને વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. આ રીતે, હવે નવી સમયમર્યાદા માર્ચ 2023 હશે. મંત્રાલયે જણાવ્યું હતું કે વૈશ્વિક ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં નરમાઈનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટતી કિંમતો અને ઓછી આયાત જકાતને કારણે ભારતમાં ખાદ્યતેલોના છૂટક ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પામ ઓઈલ પર કેટલો ટેક્સ?
પામ ઓઈલ, સોયાબીન ઓઈલ અને સનફ્લાવર ઓઈલની ક્રૂડ વેરાયટી પર આયાત ડ્યુટી હાલમાં શૂન્ય છે. જો કે, 5 ટકા કૃષિ ઉપકર, 10 ટકા સામાજિક કલ્યાણ સેસ વસૂલવામાં આવે છે. સેસ ટેક્સને ધ્યાનમાં રાખીને, આ ત્રણેય તેલની ક્રૂડ જાતો 5.5 ટકા છે, ડ્યુટી અસરકારક છે. આ ઉપરાંત પામોલિન અને રિફાઈન્ડ પામ ઓઈલની વિવિધ જાતો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે. ખાદ્યતેલના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે પામતેલ પરની આયાત ડ્યુટીમાં અનેક વખત ઘટાડો કર્યો છે.

ભારત પામ તેલનો મુખ્ય આયાતકાર છે:
ભારત તેના બે તૃતીયાંશ રસોઈ તેલની આયાત કરે છે. તાજેતરના મહિનાઓમાં, રુસો-યુક્રેન યુદ્ધ અને ઈન્ડોનેશિયા દ્વારા પામ ઓઈલની નિકાસ પરના પ્રતિબંધને કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જોકે, થોડા મહિનાઓ પહેલા ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. તેના કારણે વૈશ્વિક બજારમાં પામ ઓઈલના ભાવ ગગડ્યા હતા.ભારત ઈન્ડોનેશિયા પાસેથી વાર્ષિક આશરે 80 લાખ ટન પામ ઓઈલ ખરીદે છે.

ભારતમાં ફુગાવાનો દર:
હાલમાં ભારતમાં મોંઘવારી દર રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક કરતા વધારે છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7 ટકા હતો. સપ્ટેમ્બર મહિનાના આંકડા હજુ આવવાના બાકી છે. અગાઉ જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થયો હતો અને તે ઘટીને 6.71 ટકા પર આવી ગયો હતો. સરકારે મોંઘવારી દરને 2 થી 6 ટકાની રેન્જમાં રાખવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે, પરંતુ તમામ પ્રયાસો છતાં તે ઉપર જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *