સુરતમાં દબદબા ભેર યોજાયું ફૂડમેક એશિયા એક્ઝિબિશન, 4 લાખ લોકોએ લીધી મુલાકાત

Foodmake Asia Exhibition: ફૂડમેક એશિયાનું 14મુ એક્ઝિબિશન સંપન્ન થઈ ગયું છે અને આયોજકોએ આ એક્ઝિબિશનમાં ભાગ લેનાર વિવિધ કંપનીઓની પ્રતિક્રિયાઓ ઉપર ખૂબ ભાવુક થયા છે. સુરત ખાતે વનિતા વિશ્રામમાં 17 થી 20 જાન્યુઆરી સુધી આયોજિત ફૂડમેક (Foodmake Asia Exhibition) સુરતના ખાણીપીણીના શોખીનો માટે એક અનોખો સંગમ બન્યો હતો. અહીંયા ફૂડ ઇન્ડસ્ટ્રી, નવા સ્ટાર્ટ અપ અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અનુભવી કંપની તેમજ બ્રાન્ડ બંને માટે વરદાન રૂપ બની ગયો છે. આ 14માં એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાંથી લગભગ ચાર લાખ લોકો આવ્યા હતા.

જેમાં બિઝનેસ ટુ કસ્ટમર અને બિઝનેસ ટુ બિઝનેસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. પહેલી વખત સુરતમાં એક જ જગ્યાએ આયોજિત આ વિશાળ કાર્યક્રમમાં 320 થી વધારે કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં ખાણીપીણીને લગતી મશીનરી, પેકેજીંગને લગતી મશીનરી, બેકરીમાં વપરાતી મશીનરી તેમજ ઘરેલુ રસોડા માટે પણ મશીનરીઓ બહોળી માત્રામાં રજૂ કરવામાં આવી હતી.

મુલાકાતીઓ અલગ અલગ પ્રકારની મશીનરી જોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા, સાથે જ સુરતમાં ખાણીપીણીના શોખીનોની અલગ અલગ ખાદ્ય કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ફ્રી ટેસ્ટિંગ કાઉન્ટર પર પણ ભારે ભીડ જામી હતી. બેકરી, રેડી ટુ ઈટ, મસાલા, ચટણી, અથાણા, ફાસ્ટ ફૂડ સહિત અન્ય ખાદ્ય પદાર્થના સ્ટોલએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આની સાથે જ સરકારી જાહેરાતો તેમજ યોજનાઓ તથા નવા સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત સ્ટોલ ધારકો દ્વારા દરેક જાણકારી ઊંડાણથી આપવામાં આવી હતી. જેનાથી લોકોને ફૂડ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષણ થયું હતું.

છેલ્લા 14 વર્ષથી આયોજિત કરી રહ્યા છે સુરતના પિયુષ સલીયા
આવા આયોજન દેશભરના દરેક મુખ્ય શહેરોમાં થાય છે, પરંતુ છેલ્લા દસ વર્ષોથી સુરત જેવા મોટા બજાર અને શહેરમાં આ પ્રકારનું એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરવું અમારા માટે ગર્વની વાત છે. લોકો અને કંપનીઓની પ્રતિક્રિયા રહી છે કે ફૂડ મેં એશિયા ફક્ત એક શહેર કે દેશ સુધી સીમિત નથી પરંતુ આખી દુનિયામાં તે ફેલાઈ રહ્યું છે. ખાદ્ય ઉદ્યોગ પર અસર કરતા દરેક પરિબળોના વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ અમે આટલું મોટું આયોજન કર્યું હતું અને અમને સફળતા મળી છે. એક્ઝિબિશનમાંએ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ગ્રાહકો અને સરકારની અમે કઈ રીતે મદદ કરી શકીએ.