દેશભરમાં સ્વચ્છ ભારત અંતર્ગત નાગરિકોમાં સાફ-સફાઈ રાખવાનો સંદેશ તો આજકાલ દેશભરમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. તેવામાં બેંગલુરૂના મલ્લેસ્વરમ સોશિયલ ગૃપએ ખાસ રીતથી રોડ પરની ફૂટપાથને રીપેર કરવાનું શરૂ કર્યું છે. આ ગૃપ બેહાલ ફૂટપાથની મરામત કરવા માટે ડાન્સની મદદ લઈ રહ્યા છે. જી હાં ગૃપના સભ્યોએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં ડાન્સ ગૃપની એક સભ્ય બેહાલ ફૂટપાથ પર ભરતનાટ્ટમ ડાન્સ કરી રહી છે.
આ વિડીયો #FoothpathBeku હેશટેગ સાથે વાઈરલ થયો છે. ઈન્ટરનેટ પર આ વિડીયોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વિડીયો અપલોડ થયાના થોડા જ દિવસોમાં તેની 12 હજારથી વધારે લાઈક્સ મળી ચુકી છે અને 5 લાખથી વધારે લોકો આ વિડીયો જોઈ ચુક્યા છે.
16 ઓક્ટોબરના રોજ આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો હતો. વિડીયો વાઈરલ થયા બાદ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસએ બેંગલુરૂ મહાનગરપાલિકાને ફૂટપાથનું સમારકામ ઝડપભેર કરવા આદેશ કર્યા છે. કોર્ટે ત્યાં સુધી જણાવી દીધું છે કે જો મહાનગરપાલિકા આ કામ કરી નથી શકતી તો કોર્ટ પોતાની રીતે આ કામ કરશે.