અઢી વર્ષની બાળકી પર ઘરના લોકો એજ લૂંટી ઈજ્જત…કોઈ માણસ પોતાની દીકરી સાથે આવું કેમ કરી શકે??

નડિયાદ:‘સાક્ષરનગરી’નડિયાદને આજે લાંછન લાગ્યું છે! વિકૃત પિતા અને દાદા જ અઢી વર્ષની માસૂમ બાળકીને 6 મહિના સુધી ઘરમાં જ લૂંટતા રહ્યા હતા. પતિ અને સાસુ-સસરાની…

નડિયાદ:‘સાક્ષરનગરી’નડિયાદને આજે લાંછન લાગ્યું છે! વિકૃત પિતા અને દાદા જ અઢી વર્ષની માસૂમ બાળકીને 6 મહિના સુધી ઘરમાં જ લૂંટતા રહ્યા હતા. પતિ અને સાસુ-સસરાની છત્રછાયામાં પુત્રીને મૂકીને પરિવારનું ગુજરાન ચલાવવા માતા નોકરીએ જતી, પરંતુ તેની ગેરહાજરીમાં જ આ ત્રણેય પાપલીલા આચરતા હતા.

દાદીની હાજરીમાં જ દાદા પૌત્રીનો બળાત્કાર કરતા તો પિતાની માસી પણ આ કુકર્મ કરાવવા તેના પરિચિત આધેડને વડોદરાથી લઈને આવતી હતી. આખરે પતિની કબૂલાત બાદ માતાએ તમામ સામે ફરિયાદ નોંધાવતાં આ ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો હતો.

6 માસ સુધી પુત્રીને પીંખી, પછી પિતાનો અપરાધ ભાવ જાગ્યો

નરાધમ પિતા અઢી વર્ષની પુત્રી ઉપર સતત 6 મહિનાથી બળાત્કાર ગુજારતો હતો. પત્નીના નોકરીએ ગયા પછી પતિ આ દુષ્કર્મ આચરતો હતો. જોકે, 6 મહિના પછી પિતાને પોતાનું કૃત્ય ડંખતાં તેણે પત્ની સામે કબૂલાત કરી હતી. ઉપરાંત, દાદાએ પણ બળાત્કાર કર્યો હોવાનું કહેતાં બાળકીની માતાએ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

પિતાની માસી તેના ઓળખીતા આધેડને વડોદરાથી બોલાવતી

બાળકીના પિતા ઉપરાંત દાદા, બાળકીના પિતાની માસી અને તેનો પરિચિત, 6 મહિનાથી વધુ સમય સુધી બાળકીને પિંખી હતી. પિતાની માસીનો પરિચિત આધેડ વડોદરાથી નડિયાદ આવતો હતો. પરિવારના નામે આ હેવાનોએ બાળકીને યાતના સિવાય કાંઇ આપ્યું નથી.

દીકરી પરિવારજનોની હાજરીમાં સુરક્ષીત છે, સચવાઇ રહી છે, મોટી થઇ રહી છે, તેવું વિચારતી માતા પણ આ ઘટના બાદ આઘાતમાં છે.

દાદી પણ ક્રૂરતાની ભાગીદાર

આ દુષ્કૃત્યમાં દાદી પણ ભાગીદાર છે. બાળકી ઉપર 29 વર્ષનો પિતા તો દુષ્કર્મ આચરતો જ હતો, પરંતુ દાદા પણ દાદીની હાજરીમાં બાળકીને પિંખતા હતા. આ જઘન્ય કૃત્યના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.

બાળકીને સારવાર લેવી પડી

6 મહિનાથી પિતા, દાદાના દુષ્કૃત્યનો ભોગ બનેલી અઢી વર્ષની બાળકીને શારીરિક તકલીફો પણ થઈ હતી. આથી તેને તબીબો પાસે સારવાર પણ લેવી પડી હતી.

બાળકી દોઢ વર્ષની હતી ત્યારે પણ દુષ્કર્મ આચરાયું હતું

બાળકી પરના બળાત્કાર કેસમાં માતાએ પતિ, સાસુ, સસરા, પતિની માસી અને તેના પરિચિતે 6 માસ પહેલાં પણ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આપી હતી. પોલીસે આઈપીસી 376, 377, 114, પોક્સો 4, 6, 9, 17 મુજબનો ગુનો નોંધ્યો હતો. આ સંદર્ભે બાળકીના પિતાના રિમાન્ડ મેળવી બાકીના સહ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *