દેશના આ મંદિરમાં હિંદુ પૂજારી નહીં પરંતુ મુસ્લિમ પરિવાર કરે છે માતાજીની પૂજા, પેઢીઓથી ચાલી રહી છે પરંપરા

Durga mata Mandir: ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે. બધાના પોતપોતાના તહેવાર, પોતપોતાના રીતી રિવાજો અને પોત પોતાની અલગ અલગ પરંપરાઓ છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી ભારતમાં દરેક ધર્મના લોકો પોતપોતાના તહેવાર ધૂમધામ થી ઉજવે છે. એવું નથી કે હિન્દુઓને (Durga mata Mandir) મુસલમાનોના તહેવારોથી કોઈ તકલીફ છે. ઘણી વખત તો હિન્દુ તહેવારોમાં મુસલમાનો પણ સામેલ થાય છે તે સાથે જ મુસલમાન તહેવારોમાં હિન્દુઓ પણ સામેલ થાય છે. આવતીકાલથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. આ નવરાત્રિના અવસર એ અમે રાજસ્થાનના એક એવા માતાજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પૂજારી હિન્દુ નહીં પરંતુ મુસલમાન છે.

દુર્ગા માતાને હિન્દુઓની મુખ્ય દેવી ગણવામાં આવે છે. માતાજીની આરાધના કરવા માટે હિન્દુઓ નવ દિવસ સુધી વ્રત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે રાજસ્થાનના જોધપુરમાં એક એવું દુર્ગા મંદિર છે જ્યાં છેલ્લા 600 વર્ષથી કોઈ હિન્દુ પુજારી નથી. સામાન્ય રીતે મંદિરમાં બ્રાહ્મણો જ પૂજારી તરીકે સેવા કરતા હોય છે. તેઓ હિન્દુ ધર્મ અનુસાર દેવી-દેવતાઓની સેવા કરે છે. પરંતુ આ મંદિરમાં તેનાથી વિપરીત ફક્ત મુસલમાનો જ પૂજા કરે છે અહીં મંદિરના પૂજારી પણ મુસલમાન છે.

પાકિસ્તાનથી આવ્યા હતા પૂર્વજ
આ અનોખા મંદિરના પૂજારીનું નામ જલાલુદ્દીન ખાન છે. તેઓની ઘણી પેઢીઓ આ મંદિરમાં પૂજારી તરીકે સેવાઓ આપી ચૂકી છે. પૂજારીના જણાવ્યા અનુસાર સાંકડો વર્ષો પહેલા તેમના પૂર્વ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. રસ્તામાં તેઓના ઊંટ બીમાર થઈ ગયા અને પીવાનો પાણી પણ પૂરું થઈ ગયું. એક સમય માટે તેઓને લાગ્યું કે અંત હવે નજીક છે. એવામાં જ તેમને દુર્ગા માટે દર્શન આપી નજીકની નદીનો રસ્તો બતાવ્યો. એ પછી જ આ આખો પરિવાર દુર્ગા માતાનો ભક્તો થઈ ગયો. ત્યારબાદ પેઢી થી પેઢી આ વારસો આજ રીતે ચાલ્યો આવે છે.

અહીંયા વિરાજમાન છે માતાજી
આ અનોખા દુર્ગા મંદિરમાં પૂજા કરવાની કોઈ પણ ધર્મના લોકોને મનાઈ કરવામાં આવતી નથી. અહીંયા હિન્દુઓ પણ શીશ નમાવે છે અને મુસલમાન પણ. દુર્ગા માતાનું આ અનોખું મંદિર જોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં છે. ગોપાલગઢ નામના નાના એવા ગામ બાગોરીયા માં અંબેમાં વિરાજમાન છે. વાઘોડિયાના ઉંચા પહાડ પર 500 દાદર ચડયા બાદ માતાજીના દર્શન થાય છે. અહીંયા દરરોજ છકડો ભક્તો આવે છે. ભક્તોમાં હિન્દુ અને મુસલમાન બંને હોય છે.