ચાણક્ય કહે છે: આ ટેવો દુર કરશો તો બની જશો ધનવાન. જાણો વિગતે

આચાર્ય ચાણક્ય જ્ઞાની હોવા સાથે એક સારા નીતિકાર પણ છે. મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે તેમણે કેટલીક નીતિઓનુ નિર્માણ કર્યુ. જેને જીવનમાં અપનાવીને દરેક મનુષ્ય…

આચાર્ય ચાણક્ય જ્ઞાની હોવા સાથે એક સારા નીતિકાર પણ છે. મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે તેમણે કેટલીક નીતિઓનુ નિર્માણ કર્યુ. જેને જીવનમાં અપનાવીને દરેક મનુષ્ય પોતાના જીવનને સુખમય બનાવી શકે છે.

આચાર્ય ચાણક્યની નીતિઓ એટલી વધારે વ્યાવહારિક છે કે આ જીવનના મોડ પર કામ આવે છે. આચાર્ય ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતો જણાવી છે કે જે મનુષ્યની આર્થિક ઉન્નતિમાં બાધક બનાવે છે ચાણક્ય કહે છે કે મનુષ્ય જો કુલ પાંચ આદતોને છોડી દે તો તે ધનવાન બની શકે છે.

મહેમાનનું અપમાન.

જો આપના ઘરમાં આપનો દુશ્મન પણ મહેમાન તરીકે આવે તો તેમનુ સન્માન અને ખ્યાલ રાખવો જોઈએ. ચાણક્ય કહે છે કે ઘરમાં આવેલો દુશ્મન પણ સૌથી પહેલા મહેમાન છે. તે બાદ તે આપનો દુશ્મન છે. ઘરમા આવેલા મહેમાનનો સત્કાર કરવાથી સંબંધ સારો રહે છે.

ખાલી હાથે પાછા ફરવુ.

ચાણક્ય કહે છે કે જો મનુષ્ય પેશેવર છે અને તેનો વ્યવસાય એવો છે કે તે ઘરે અવર-જવર કરે છે. તો એવામાં તેણે ઘરે ખાલી હાથે પાછા ફરવુ જોઈએ નહીં. ઘરે જતા સમયે તેણે કંઈકને કંઈક ખાવાનો સામાન અવશ્ય લઈ જવો જોઈએ. આનાથી ઘરમાં ખુશી છવાયેલી રહે છે.

ખાવાનુ એઠુ મૂકવુ.

ચાણક્ય નીતિમાં જણાવાયુ છે કે મનુષ્યએ ખાવાનું એઠુ મૂકવુ જોઈએ નહીં. ખાવાનું એટલુ જ લેવુ જોઈએ જેટલુ તે ખાઈ શકે. ચાણક્ય જણાવે છે કે અન્ન દેવતા સમાન હોય છે, તેથી અન્નનું અપમાન દેવતાનું અપમાન છે. આવુ કરવાથી લક્ષ્મી નારાજ થાય છે ફળસ્વરૂપે ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી.

પથારી અને પોતાને ગંદા રાખવા.

ઘણી વાર જોવા મળે છે કે લોકો પલંગ પર બેસીને ભોજન કરે છે આ સંબંધમાં ચાણક્ય કહે છે કે આ ઘણુ જ ખોટુ છે. ચાણક્ય જણાવે છે કે પથારીને અવ્યવસ્થિત રાખવુ ગરીબીને આમંત્રિત કરે છે. તેથી જો મનુષ્ય આનાથી બચવા ઈચ્છે છે કે તેને પોતાની પથારીને કાયમ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી જોઈએ.

સવારે મોડુ ઉઠવુ.

ચાણક્ય કહે છે કે મનુષ્યએ ધનવાન બનવા માટે સવારે વહેલા ઉઠવુ જોઈએ જો મનુષ્ય શોખથી મોડા ઉઠે છે તો તેના માટે તો આ અશુભ છે. મોડા ઉઠનાર વ્યક્તિ હંમેશા આળસુ બની જાય છે. આળસુ વ્યક્તિ ક્યારેય પણ તે કામ નથી કરી શકતી જેનાથી તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *