આઈફોન માટે ૨૧ વર્ષીય યુવકે આધેડ વયની મહિલા સાથે કર્યા બીજા લગ્ન? હકીકત જાણી ચોંકી ઉઠશો

એક 50 વર્ષની મહિલાની કહાની જેણે 23 વર્ષના છોકરા સાથે પૈસાની લાલચમાં કથિત રીતે લગ્ન કર્યા હતા તે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ…

એક 50 વર્ષની મહિલાની કહાની જેણે 23 વર્ષના છોકરા સાથે પૈસાની લાલચમાં કથિત રીતે લગ્ન કર્યા હતા તે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઘણા લોકો પુરાવા તરીકે તેની સાથે એક વીડિયો શેર કરી રહ્યા છે અને તેને સાચી ઘટના ગણાવી રહ્યા છે. આ વીડિયોમાં એક આધેડ વયની મહિલા અને એક નાનો છોકરો વર-કન્યાના ડ્રેસમાં મંદિરમાં ઉભા છે. તે જ સમયે, એક યુવતી રડતી રડતી કહે છે કે વરરાજાના કપડા પહેરનાર વ્યક્તિ તેનો પતિ છે, જેણે પૈસા માટે આધેડ મહિલા સાથે લગ્ન કર્યા છે.

આ વીડિયોમાં એક આધેડ વયની મહિલા અને એક નાનો છોકરો વર-કન્યાના ડ્રેસમાં મંદિરમાં ઉભા છે, તે જ સમયે એક યુવતી રડતી રડતી કહે છે કે વરરાજાના કપડા પહેરનાર વ્યક્તિ તેનો પતિ છે, જેણે પૈસા માટે આધેડ મહિલા સાથે લગ્ન કર્યા છે. આ ઘટનાનો વીડિયો બનાવતી વખતે કેટલાક લોકો આ ત્રણેયને સવાલ પૂછવા પર છોકરો કહે છે કે તેણે તેના માતા-પિતાના દબાણ હેઠળ એક યુવતી સાથે લગ્ન કર્યા હતા.

બાદમાં વિડીયોમાં લગ્ન કરી રહેલો યુવક કહી રહ્યો છે કે, તે તેણીને પ્રેમ કરતો નથી. તેને પહેલી જ પત્ની સાથે પ્રેમ છે. બીજી તરફ, આધેડ વયની મહિલા હસીને કહે છે કે તેની પાસે ઘણી પ્રોપર્ટી છે અને બેંક-બેલેન્સ છે અને તેણે છોકરાને આઈફોન પણ આપ્યો છે. છોકરાની યુવાન પત્ની રડતી આધેડ મહિલાના પગ પકડી લે છે. વીડિયો બનાવનારા લોકો આધેડ મહિલા અને છોકરાને ઠપકો પણ આપે છે.

પરંતુ અંતે બંને એ કહીને જતા રહ્યા કે તેઓ દરેક કિંમતે સાથે રહેશે. યુવતી સતત રડતી રહે છે. અને પછી બંને ત્યાંથી નીકળી જાય છે. હાલ મહત્વની વાત તો એ જાણવા મળી છે કે, આ ફક્ત એક કાલ્પનિક ઘટના હતી. મહિલા અને આ યુવાન મનોરંજન માટે આ વિડીયો બનાવતા હતા. ખરેખરમાં આવું કઈ બન્યું જ નહોતું. તાન્યા ધવન નામના ડિજિટલ સર્જકના YouTube પેજ પર આ વિડિયો મળી આવ્યો હતો. અને આ વિડીયો 11 જૂન, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

તાન્યાના યુટ્યુબ પેજ પરના વિડિયોમાં 11મી સેકન્ડે ડિસ્ક્લેમર જોઈ શકાય છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ વિડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. સાથે જ એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે દર્શકોની જવાબદારી છે કે તેઓ તેમાં બતાવેલ તથ્યો પર વિશ્વાસ કરતા પહેલા તેની ખરાઈ કરી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *