સુરતમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી હેવાનિયત આચનાર પિશાચી નરાધમને કોર્ટે ફટકારી સજા

સુરત(Surat): દુષ્કર્મ (misdemeanor)ના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. આજે દીકરીઓ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી. ત્યારે સુરતના પુણા(Pune) ગામમાં માત્ર 3 જ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી તેના માથામાં પત્થર મારી હત્યા(Murder) કરનાર નરાધમ આરોપીને કોર્ટ(court) દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ નરાધમ આરોપી રામપ્રસાદ સિંહે બાળકીની હત્યા બાદ લાશને ખાડામાં દાટી દીધી હતી. આરોપીને કોર્ટે 20 જુલાઈના રોજ તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ક્રૂર નરાધમે બાળકીને દાટી દીધી હતી
જાણવા મળ્યું છે કે, આરોપી સામે સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચલાવ્યો હતો. આ કેસની અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીએ અંદાજિત 7 કિલોની બાળકી પર 15 કિલોથી વધુના વજનનો પથ્થર મૂકી હત્યા કરી હતી. બાદમાં નજીકના ખાડામાં દાટી દીધી હતી. બાળકીની છાતી પર મૂકેલા ભારી પથ્થરથી બા‌ળકીની એક તરફની પાંસળી બેસી ગઈ હતી તો બીજી તરફની ઉપસી આવી હતી. આટલી ક્રુરતા પૂર્વક હત્યા કરનાર આરોપીને હાલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો:
આ ઘટનામાં 13મી એપ્રિલના રોજ ઘર નજીક રમી રહેલી બાળકીને આરોપી ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીની ઓળખ સીસીટીવી કેમેરાની મદદથી થઈ હતી. જેના કારણે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો અને કોર્ટે હત્યા અને પોક્સોના કેસમાં 20 જુલાઈના રોજ દોષિત ઠેરવ્યો હતો.

આ ઘટનામાં આરોપીના સીસીટીવી ફેસ રેકોગ્નાઈઝેશન અને મેડિકલ પુરાવા આ કેસમાં મહત્વના સાબિત થયા હતા.  તેથી આજે સુરત એડિશનલ ડ્રિસ્ટિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી. પી. ગોહિલે રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને ફાંસીની સજા ફટકારી હતી. આ ઉપરાંત પીડિત પરિવારને ત્રણ લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

104 દિવસમાં ચુકાદો અપાયો
આ અંગે સરકારી વકીલે જણાવ્યું છે કે, બનાવ બન્યાના થોડા દિવસ એટલે કે કુલ 104 દિવસમાં ચુકાદો આવ્યો  છે. કારણ કે, પોલીસ દ્વારા ઘટના બન્યાના થોડા દિવસોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ જ બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જ્યાં દાટી હતી તે પણ પોલીસે આરોપી પાસેથી જ માહિતી મેળવી હતી અને તેના આધારે જ આરોપીને આજે આ સજા મળી હોવાનું જણાવ્યું છે.

ગરીબ પૈસાદાર સમાન
વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ ગરીબ પરિવારની બાળકી હતી. રાત્રે નગ્ન હાલતમાં તેના માતા પિતા સાથે રસ્તા પર સૂતી હતી એ દરમિયાન આરોપી ત્યાંથી પસાર થયો અને બાળકીને ઉઠાવી લઈ જઈ તેની સાથે આ કૃત્ય કર્યું હતું. ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે તંત્ર પોલીસ કોર્ટ સહિત તમામ એ ખૂબ મહેનત કરી હતી અને આજે આ ચુકાદો આવ્યો છે. જેથી પૈસાદારને પણ જે સુવિધા મળે તેવી જ સુવિધા અહીં ગરીબ પરિવારને અપાવી હતી અને એવી દલીલ મેં કોર્ટમાં પણ રજૂ કરી હોવાનું નયનભાઈ સુખડવાલાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *