દિવાળી બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો નથી. જયારે મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે દેશભરમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં હાલ વેચાઈ રહ્યું છે, જ્યાં પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લિટર છે. જો દેશના મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. મુખ્ય મહાનગરોમાં જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી ચાલી રહી છે.
આ પહેલા સતત 48 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસ પછી આજે ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસ સુધી કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, કારણ કે તેઓએ ઓઈલના ઘટતા ભાવ સાથે રેકોર્ડ એક્સાઈઝ ડ્યુટીને સમાયોજિત કરવી પડી હતી.
દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર કરવામાં આવે છે:
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ઘણી વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.