રાજસ્થાન (Rajasthan)ના જાલોર(Jalore) જિલ્લામાં એક ખાનગી શાળાના શિક્ષકે(Teacher) નવ વર્ષના દલિત છોકરાને પીવાના પાણીના વાસણને સ્પર્શ કર્યા પછી માર માર્યો હતો. આ બાબતને લઈને વિસ્તારમાં તંગદિલી પ્રવર્તી રહી છે. તેને જોતા વહીવટીતંત્રે 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. પોલીસે 40 વર્ષીય શિક્ષક ચૈલ સિંહની ધરપકડ કરી છે.
સુરાણા ગામની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલને 20 જુલાઈના રોજ માર મારવામાં આવ્યો હતો અને શનિવારે અમદાવાદની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. જાલોરના પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું કે, છોકરાને ખૂબ માર મારવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમજ બાળકના પરિજનને 5 લાખની સહાયની જાહેરાત કરી છે. તથા સમગ્ર ઘટનામાં ઝડપથી ન્યાય મળે તેવો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમજ અમદાવાદ સિવિલના ઈતિહાસમાં પ્રથમ વખત રાતે પીએમ થયુ છે. તથા વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ બાદ ઝાલોર મોકલવામાં આવ્યો છે. અને રાજસ્થાન પોલીસ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. વિદ્યાર્થીનું રાત્રે બે વાગે પેનલ પી.એમ.કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.