બાળકોમાં થતું શોષણ અટકાવવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર સુરતનાં કમીશનરે શરુ કરી અનોખી પહેલ

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે. સમગ્ર શહેરમાં કોઈપણ સ્થળ પર બાળકો ભીખ માગતાં દેખાય આવે તો જાગ્રત નાગરિકો પણ હવે પોલીસને 100 નંબર પર કોલ કરીને જાણ કરી શકે છે, જેને કારણે પોલીસ તાત્કાલિક પહોંચીને બાળકને રેસ્ક્યૂ કરવામાં આવશે,

આની સાથે જ ભીખ મગાવનારની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું છે. શહેરમાં ખાસ કરીને તો ધાર્મિક સ્થળોની બહાર તથા ટ્રાફિક સિગ્નલો પર નાનાં બાળકો પાસે ભીખ મગાવતા હોવાની ઘટનાઓ પહેલાં પણ સામે આવી હતી જેને લીધે નાનાં બાળકો પાસે ભીખ મગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો હતો,

આની સાથે જ ટ્રાફિક-પોલીસ તથા સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. બાળપણથી જ ભીખ માગતો બાળક મોટો થઈને ગુનાખોરીના રસ્તે જઈ શકે છે, જેને કારણે પોલીસ દ્વારા સુધારાલક્ષી ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

કુલ 28 બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા :
મિસિંગ સેલ દ્વારા 26 ડિસેમ્બરે અડાજણથી કુલ 5 બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી કુલ 4 બાળકને તેનાં માતા-પિતા દરરોજ 500 રૂપિયાની ભીખ માટે દબાણ કરતાં હતાં જયારે ખટોદરામાં કુલ 10 બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. સરથાણામાંથી કુલ 9 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. ઉધનામાં ચાઇલ્ડ લેબર દ્વારા કુલ 4 બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં.

બાળકની ખરાઈ કરી વાલીને અપાશે :
ભીખ માગતાં જે બાળકો મળી આવે તેને પહેલા બાળગૃહમાં મોકલવામાં આવે છે કે, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરીને મેડિકલ ચેકઅપ થાય છે. વાલીઓ બાળક લેવા માટે આવે ત્યારે પુરાવા આપવાના હોય છે. તે પુરાવા પોલીસ વેરિફિકેશન કર્યાં બાદ NOC આપે છે. ત્યારપછી બાળકને વાલીને સુપરત કરવામાં આવે છે.

ભીખ માગતા 2 ભાઈ વતન પાટણમાં માતા-પિતાને રૂપિયા આપવા જતા હતા :
સરથાણામાં ગુરુવારે સાંજે મંદિર પર ભીખ માગતાં કુલ 4 બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. કુલ 4 પૈકી 2 બાળકમાં એક બાળક 17 વર્ષીય તથા બીજા બાળકની ઉંમર 16 વર્ષની છે. બન્ને ભાઈ પાટણના વતની છે. ભીખ માગીને જે રૂપિયા મળે એ વતનમાં માતા-પિતાને આપવા માટે જઈ રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *