વિશ્વમાં પહેલીવાર છ માસના બાળકમાં નવું હ્રદય અને ઈમ્યુન ગ્લેડનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું

એક બાળક છે જેનું નામ ઈસ્ટન છે. આ છ મહિનાના બાળકને તાજેતરમાં જ શરીરના બે મહત્વપૂર્ણ ભાગો એકસાથે મળ્યા છે. પહેલું અંગ લોહીનો પુરવઠો પૂરો…

એક બાળક છે જેનું નામ ઈસ્ટન છે. આ છ મહિનાના બાળકને તાજેતરમાં જ શરીરના બે મહત્વપૂર્ણ ભાગો એકસાથે મળ્યા છે. પહેલું અંગ લોહીનો પુરવઠો પૂરો પાડતો રહે અને બીજો શરીરને રોગોથી બચાવે છે. આ બાળકના શરીરમાં હૃદય અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગ્રંથીઓ એકસાથે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આટલા નાના બાળકના શરીરમાં એક સાથે બે ટ્રાન્સપ્લાન્ટ એ પણ સફળતાપૂર્વક વિશ્વમાં પહેલીવાર થયા છે.

ડો. જોસેફે જણાવ્યું કે નવા શરીરમાં પ્રત્યારોપણ કરાયેલા અંગની ઉંમર માત્ર 10 થી 15 વર્ષની હોય છે. તેથી અમે એક નવો વિકલ્પ લઈને આવ્યા છીએ. ઈસ્ટન નબળા હૃદય સાથે જન્મ્યો હતો. તેની સાથે તેની રોગપ્રતિકારક ગ્રંથિ થાઇમસ ઇમ્યુન ગ્રંથિમાં પણ સમસ્યા હતી. આ ગ્રંથિ ટી-સેલ્સને જન્મ આપે છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે.

ડો. જોસેફ અને તેમની ટીમે બાળકને કોઈપણ પ્રકારની ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ આપવાને બદલે દાતાના શરીરમાંથી નવા થાઇમસ ટિશ્યુને નવા હૃદય સાથે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું પણ આયોજન કર્યું હતું. એટલે કે જે શરીરમાંથી હૃદય આવી રહ્યું છે, એ જ શરીરમાંથી રોગપ્રતિકારક શક્તિ વિકસાવવાની ગ્રંથિ. એટલે કે, પ્રાપ્ત કરનારના શરીરની રોગપ્રતિકારક શક્તિ નવા હૃદયને સરળતાથી સ્વીકારશે. તેનો વિરોધ નહીં કરે.

ડ્યુક યુનિવર્સિટી હોસ્પિટલના પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરીના ચીફ ડૉ. જોસેફ ડબલ્યુ. તુરેકે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ સર્જરી ભવિષ્યમાં નક્કર અંગ ટ્રાન્સપ્લાન્ટની પદ્ધતિઓ અને સંભાવનાઓને બદલી નાખશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. જો તે સફળ થાય તો પણ, તે કરાવનાર વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિ તે હૃદયને નકારવા લાગે છે.

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાહ્ય અંગ કોઈ બીજાના શરીરમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે, ત્યારે ટ્રાન્સપ્લાન્ટરના શરીરની રોગપ્રતિકારક શક્તિ તે અંગના કોષો અને પેશીઓને નિશાન બનાવવાનું શરૂ કરે છે. રોગપ્રતિકારક શક્તિ બાહ્ય અંગ પર હુમલો કરે છે. જેથી અંગ કામ કરવાનું બંધ કરી દે. આ દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરે છે. તે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરવા લાગે છે.

તેથી જ અંગ આપનાર અને મેળવનાર બંનેને રોગપ્રતિકારક શક્તિ મળે તે જરૂરી છે. જેથી અંગનો બગાડ ન થાય. આવી શસ્ત્રક્રિયામાં, ડોકટરો ઘણીવાર રોગપ્રતિકારક શક્તિની દવાઓ આપે છે, જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ શસ્ત્રક્રિયા દરમિયાન અથવા તરત જ બહારથી આવતા અંગને નકારી ન શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *