હોળી રમવા ભારત આવેલી જાપાની છોકરીને લઇ નાખી… કલર લગાવવાને બહાને તૂટી પડ્યું છોકરાનું ટોળું- જુઓ વિડીયો

હોળી(Holi) પર જાપાની છોકરી(Japanese girl) સાથે ગેરવર્તનનો વિડીયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે. વિડીયો માં છોકરાઓનું એક ટોળું છોકરી પર ખરાબ રીતે રંગ લગાવતું જોવા મળે છે. છોકરાઓ દ્વારા જાપાની છોકરીના માથા પર ઈંડું પણ ફોડવામાં આવે છે અને આ દરમિયાન યુવતી ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહી છે. વિડીયો પ્રસારિત થયા બાદ મધ્ય જિલ્લા પોલીસે પ્રાથમિક તપાસના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.

હવે પોલીસ અધિકારીએ કહ્યું, “એક કિશોર સહિત ત્રણ છોકરાઓને પકડીને પૂછપરછ કરવામાં આવી છે. તેઓએ વીડિયોમાં જોવા મળેલી ઘટના વિશે કબૂલાત કરી છે. તેઓ બધા નજીકના પહાડ ગંજના રહેવાસી છે અને હોળીની મજા માણવા તે રસ્તે ગયા હતા. પોલીસે કહ્યું કે તેમની સામે દિલ્હી પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ડીસીપી સંજય કુમાર સેને જણાવ્યું હતું કે, વિડીયો વાયરલ થયો તેની નોંધ લેવામાં આવી છે. વિડીયો ક્યારે અને ક્યાંનો છે તે જાણવા માટે તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વિડીયોમાં દેખાતા લેન્ડમાર્કના આધારે પ્રાથમિક તપાસમાં તે પહાડગંજનો હોવાનું જણાય છે, જો કે તે વિસ્તારમાં આવી કોઈ ઘટના બની છે કે વિડીયો જૂનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પહાડગંજ પોલીસ સ્ટેશનમાં કોઈ વિદેશી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કોઈ ફરિયાદ કે ફોન આવ્યો નથી.

પોલીસ અધિકારીએ કહ્યું કે, ઈન્ટરનેટ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આમાંથી ઘણા વિડિયો વર્ષો જૂના છે. જોકે, જાપાની યુવતી સાથે થયેલા ગેરવર્તનની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

પીડિતાનો સંપર્ક કરવા માટે પોલીસે ઈ-મેલ દ્વારા જાપાની દૂતાવાસ પાસેથી યુવતીની ઓળખ અને ઘટના સાથે જોડાયેલી માહિતી માંગી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આવી કોઈ ફરિયાદ તેમની પાસે આવી નથી. જો કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ એસીપી અને એસએચઓને આ વિસ્તારમાં રહેતા જાપાની નાગરિકોની વિગતો એકત્રિત કરવા જણાવ્યું છે. આ સાથે તે વિડીયોમાં દેખાતા છોકરાઓની શોધખોળમાં લાગી ગઈ છે.

ઈન્ટરનેટ મીડિયા પર ફરતા થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક છોકરાઓ રસ્તા પર છોકરીને ઘેરી બેઠા છે અને હોળી રમવાના બહાને તેની સાથે ગેરવર્તન કરી રહ્યા છે. રંગ લગાવવાના બહાને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. વિડીયો માં એક છોકરો છોકરીને મારતો પણ જોવા મળી રહ્યો છે. લોકો ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ આ અંગે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ દિલ્હી પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *