કાતિલાના અદા ધરાવતી ભાઉલીને જાગ્યા લેડી ડોન બનવાના અભરખા, વીડિયો વાયરલ થતા સુરત પોલીસે ઉતારી ‘ડોનગીરી’

સુરત(surat): કાપોદ્રા વિસ્તાર(Kapodra area) માં લેડીડોન(Ladydon) બનવાના અભરખા સાથે ભાવના નામની યુવતી નો હાથ લાકડાનો ફટકો રાખી બાઈક પર પસાર થઈ આસપાસ ના લોકો માં…

સુરત(surat): કાપોદ્રા વિસ્તાર(Kapodra area) માં લેડીડોન(Ladydon) બનવાના અભરખા સાથે ભાવના નામની યુવતી નો હાથ લાકડાનો ફટકો રાખી બાઈક પર પસાર થઈ આસપાસ ના લોકો માં ભયનો માહોલ ઉભો કરતો વીડિયો વાયરલ થયો હતો..અગાઉ પણ ચપ્પુ હાથ માં રાખી લોકો ને ધમકાવવા નો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા કાપોદ્રા પોલીસે યુવતી ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમા લેડી ડોન બનવાના અભરખા જોતી એક યુવતી એ લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું..જોકે પોલીસે તેમના સપના ને રગદોળી યુવતી ને પાઠ ભણાવી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધી હતી. સુરતમાં આવેલ કાપોદ્રા વિસ્તારમાં નાલંદા સ્કૂલ નજીક આવેલી સોસાયટીમાં તારના સમયે ભાવલી અને તેના મિત્રોએ બાઈક નીકળીને ભારે ધમાલ મચાવી હતી. હાથમાં લાકડાના ફટકા અને જુદા જુદા પ્રકારના હથિયારો લઈનેરસ્તે જતા રાહદારીઓને ભારે હેરાન પરેશાન કરતા હતા. પાછળથી આવતા કાર ચાલકે આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઇલમાં બનાવ્યો હતો. જે હવે વાયરલ થઇ રહ્યો છે. ધમાલ મચાવતી ભાવલીની હવે પોલીસે ધરપકડ કરી છે.

તે ઉપરાંત ભાવલી અને તેના મિત્રોએ આ જ સોસાયટીમાં આગળ હાથમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહી ધમાલ મચાવી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાખ્યા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી પણ સામે આવ્યા છે.

કાપોદ્રા પોલીસે સીસીટીવી ના આધારે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચ ની તોડફોડ કરવા અંગે રાયોટીંગ નો ગુનો નોંધી તપાસ કરી હતી જેમાં પોલીસે ગત રોજ તેના ચાર મિત્રોની ધરપકડ કરી હતી. કાપોદ્રા પોલીસે આજે કામરેજ વિસ્તારમાંથી ભાવલીની ધરપકડ કરવામાં આવી છે. અને પોલીસ્રે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત, આ અગાઉ કાપોદ્રા પોલીસે જાહેરમાં લોકોને હેરાન કરવા બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ભાવલી સુરતમાં જ નહીં પરંતુ બહાર દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી તે સમયે પણ તેને ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ ભાવલી અને તેના મિત્રો નાની દમણ ફરવા ગયા હતા. તે દરમ્યાન ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. તે સમયે નાની દમણમાં ભાવલી સામે પોલીસે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જ્યાં ભાવલીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે ભાવનાનો કબજો દમણ પોલીસને સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *