હવામાન વિભાગની આગાહી: ગુજરાતના આ ભાગોને ધમરોળશે મેઘરાજા, આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ

Gujarat Rain forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે, જેમાં હળવાથી મધ્યમ વરસાદ (Gujarat Rain forecast) થવાની સંભાવના છે.

આજે રાજ્યના કેટલાક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, ભાવનગર, વલસાડ, તાપી અને અમરેલી જીલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે.

તા. ૨૨ અને ૨૩ ના રોજ ક્યાં પડશે વરસાદ?
તા. 22 અને 23 આ બે દિવસ માં  અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ  વલસાડમાં છૂટા છવાયા વરસાદ રેહવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

તા. 24 નાં રોજ કઈ જગ્યા એ થશે વરસાદ?
તા. 24.09.2024 નાં દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટા છવાયા વરસાદ રેહવાની સંભાવના છે. તેમજ  વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે.