ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે ફરી સામાન્ય વરસાદની હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી(Rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે વિવિધ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. બે-ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા, સુરત અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામાં આવી છે.
કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદને લઈને આગાહી:
આ સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં એટલે કે તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ ખાબકી શકે છે. આ સિવાય કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડવાની શક્યતા ઓછી:
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચારેક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચેક દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા ઓછી જણાય રહી છે. પરંતુ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં છુટાછવાયો વરસાદ ખાબકી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.