આર્મીની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી જજ એડવોકેટ બ્રાન્ચમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયો આ ગુજરાતી યુવક

હાલ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે તો, ગુજરાતીઓ ઇન્ડિયન આર્મી (Indian Army)માં ખૂબ જ ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે. ત્યારે વલ્લભ…

હાલ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે તો, ગુજરાતીઓ ઇન્ડિયન આર્મી (Indian Army)માં ખૂબ જ ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે. ત્યારે વલ્લભ વિદ્યાનગર(Vallabh Vidyanagar) સ્થિતિ 24 વર્ષીય યુવાન ઋતુરાજ ભાનુકુમાર પરમાર(Rituraj Parmar) ઇન્ડિયન આર્મીની જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ (Judge Advocate General Branch)માં લેફ્ટનન્ટ(Lieutenant) તરીકે જોડાયાં છે. શનિવારે આર્મીની ઓફિસર્સ ટ્રેનિગ એકેડમી(Officers Training Academy), ચેન્નઇ(Chennai) ખાતે તેમનાં માતાપિતાની હાજરીમાં તેમનું કમિશનિંગ થયું હતું. ઋતુરાજે આર્મીમાં જોડાઈ ખરેખર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મળતી માહિતી અનુસાર, ઋતુરાજે દેશની સૌથી કઠીન પરીક્ષામાંથી એક ગણાતી સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષામાં આર્મી દર વર્ષે જેગ બ્રાન્ચ માટે માત્ર પાંચથી દસ ઉમેદવારો માટે જ જાહેરાત આપે છે. એટલે કે, આશરે 2,500થી 3,000 ઉમેદવારોમાંની કઠીન સ્ક્રીનિંગ પ્રોસેસ પછી છેલ્લે પાંચથી દસ ઉમેદવારોની પસંદગી થાય છે. ત્યારે ઋતુરાજે પાંચ દિવસની પ્રોસેસમાંથી નીકળીને દેશનાં પાંચ પુરુષ ઉમેદવારોમાં સ્થાન મેળવીને આ ઉપલબ્ધિ મેળવી હતી. આર્મીની જેગ બ્રાન્ચ આર્મીને લગતી તમામ લીગલ બાબતોનું ધ્યાન રાખે છે અને તેનું રક્ષણ કરે છે.

પાંચ દિવસનો સૌથી અઘરો ઇન્ટરવ્યૂ:
આ પરીક્ષા ખુબ જ કઠીન હોય છે. જેમાં ઇન્ડિયન આર્મી દર વર્ષે પાંચથી દસ પોસ્ટ માટે શોર્ટ સર્વિસ કમિશન માટે 21થી 27 વર્ષનાં લો-ગ્રેજ્યુએટ યુવાનો પાસેથી અરજી મંગાવે છે. ઇન્ટવ્યૂ બે સ્ટેજમાં હોય છે. જેમાં પ્રાથમિક સ્ક્રીનિંગ પછી સ્ટેજ ટુમાં સઘન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ યોજાય છે. જેમાં ગ્રુપ, સાયકોલોજીકલ, મેન્ટલ, ફિઝિકલ, આઇક્યુ, ઇક્યુ,  ઇનિશિયેટીવ, ઇએક્શન વગેરેને લઇને કેટલીય ટેસ્ટ યોજવામાં આવે છે. આ સાથે પર્સનલ- ગ્રુપ ઇન્ટરવ્યૂ થાય છે. 2,500થી 3,000 ઉમેદવારોનાં સ્ક્રીનિંગ પછી 5 પુરૂષ ઉમેદવાર પસંદ થાય છે. જેમાં ગુજરાતના ઋતુરાજે સ્થાન મેળવ્યું છે.

ગુજરાતીઓ માટે મોટિવેશનલ મૂવ: ઋતુરાજ
શનિવારે આર્મીની ઓફિસર્સ ટ્રેનિગ એકેડમી, ચેન્નઇ ખાતે તેમનાં માતાપિતાની હાજરીમાં તેમનું કમિશનિંગ થયું હતું.  ત્યારબાદ ઋતુરાજે જણાવ્યું હતું કે, અમારી ટ્રેનિંગ ખૂબ જ કોન્ફીડેન્શીયલ હોઇ તે વિશે હું વાત કરી નહીં શકું. મારા અધિકારીઓએ એક ગુજરાતી આ સેવામાં પસંદ થયો તેને એક મોટીવેશનલ મૂવ તરીકે જોયો છે. જે પણ લોકો આર્મીમાં જવા માંગે છે તેમના માટે લૉનું શિક્ષણ લીધા પછી આર્મીની જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ પણ એક તક છે. આ વિભાગ આર્મીનાં તમામ લીગલ આસ્પેક્ટસનું ધ્યાન રાખે છે. ઋતુરાજે આર્મીમાં જોડાઈ ખરેખર ગુજરાત તેમજ તેના પરિવારનું નામ પણ રોશન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *