હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો મુકાયા ચિંતામાં- જાણો ક્યા વિસ્તારમાં પડી શકે છે માવઠું

ગુજરાત(Gujarat): રાજ્યમાં હવે ધીરે-ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ(Rain) પડી શકે છે. હવામાન વિભાગની આગાહી(forecast)ને પગલે હાલ ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. રાજ્યના દક્ષિણ ગુજરાત ઝોનમાં અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે નર્મદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો ગઈકાલે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. તો આ બાજુ  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના સમાચાર મળ્યા હતા. નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ડાંગમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,  રાજ્યમાં કમોસમી હળવો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત સામાન્ય વરસાદ ખાબકી શકે છે. હાલ સાંજ પડે ત્યારબાદ સુસવાટા મારતો પવન ફૂંકાતા ઠંડીનું જોર વધવા લાગ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાની શક્યતા રહેલી છે અને સાથે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે.

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે.  વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *