દિવાળી માટે લવાતો 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Published on Trishul News at 8:45 AM, Wed, 31 October 2018

Last modified on October 31st, 2018 at 8:45 AM

રાજ્યમાં દારૂબંધી છે ત્યારે પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે આ દારૂ ઘુસાડવાની પ્રવૃતિ વધતી હોય છે.

આવા સંજોગોમાં ગાંધીનગર આરઆર સેલની ટીમે ગઈ રાત્રીએ ઝુંડાલ રીંગરોડ ઉપરથી રર લાખ રૃપિયાનો વિદેશી દારૂ ભરેલા કન્ટેઈનરને ઝડપી લેવામાં આવ્યું હતું. જેમાં ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરાઈ છે આ દારૂ હરિયાણાથી લવાયો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત રાજયમાં દારૂ બંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આવો દારૂ મોટા પ્રમાણમાં પકડવામાં આવતો હોય છે. ખાસ કરીને તહેવારો દરમ્યાન વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાની પ્રવૃતિ ખુબજ વધી જતી હોય છે.

પોલીસ પણ આવા વિદેશી દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરતી હોય છે. ગાંધીનગર રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડાની સૂચનાને આધારે આરઆર સેલની ટીમ પેટ્રોલીંગમાં હતી અને બાતમીદારોને સક્રિય કરી દારૂની હેરાફેરી કરતાં વાહનોને પકડવા માટે દોડધામ કરી રહી હતી ત્યારે આ ટીમને બાતમી મળી હતી કે ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ આરજે-ર૭-જીએ-૭૯૭૭ નંબરના કન્ટેઈનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવાઈ રહયો છે.

જે બાતમીના આધારે આ ટીમે વોચ ગોઠવી હતી અને કન્ટેઈનર આવતાં તેને ઉભું રાખ્યું હતું અને ચાલકે અંદર સ્પેરપાર્ટસ ભર્યા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે કન્ટેઈનરના સીલ તોડીને અંદર તપાસ કરતાં પ૭૦ દારૂની પેટીઓમાંથી કુલ ૬૮૪૦ બોટલ મળી કન્ટેઈનર સાથે કુલ ૩૩.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને કન્ટેઈનરના ચાલક આનંદ ચંદ્રસિંગ દહીયા હરીયાણાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો કોણે ભરી આપ્યો હતો તે જાણવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "દિવાળી માટે લવાતો 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો"

Leave a comment

Your email address will not be published.


*