વિદેશી લોકો ભારત આવી આ રીતે ડાયાબિટીસ દુર કરી ગયા, અને અહિયાંના લોકોને વિશ્વાસ નથી. જાણો વિગતે

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એ વાત એકદમ સાચી છે કે, દૂધની મદદથી ટીબી અને ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલમાં આવે છે. વેજ્ઞાનિકો દ્વારા આવું સંશોધન થયું છે. આ સંશોધન રાજસ્થાનના બિકાનેરમાં કેમલ મિલ્કની એક સંશોધન શાળા નેશનલ કેમલ રીસર્ચ સેન્ટરનું છે. આ સેન્ટરની મુલાકાતે ગયેલા વિદેશી પર્યટકોએ કેમલ મિલ્કનો ઉપયોગ કરીને ઇન્સ્યુલીનના ઇન્જેક્શન બંધ કર્યા હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે.

કેમલ રીસર્ચ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે અમે આ સેન્ટરમાં બિકાનેરી, જેસલમેરી અને કચ્છી ઊંટની નસલને સુધારવાનું કામ કરીએ છીએ. એ ઉપરાંત ઊંટડીના દૂધના સંશોધનના આધારે અમે તેમાંથી દૂધની બનાવટો પેદા કરી બજારમાં મૂકી છે. આ સંસ્થાના ચાર સંશોધકોએ ડાયાબિટીક વિદેશી પેશન્ટોને ઊંટડીનું દૂધ પિવડાવીને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી પ્રમાણે, આ સંશોધનમાં 92 ટકા પેશન્ટો કે જેઓ  ઇન્જેક્શન લેતાં હતા તે બંધ કર્યા છે. તેમનો ડાયાબિટીસ કાબૂમાં આવ્યો છે. જ્યારે ટીબીના દર્દીઓમાં પણ ચમત્કારીક પરિણામ મળ્યાં છે. ફાસ્ટીંગ બ્લડશ્યુગરમાં સુધારો થયો છે અને ટીબીના દર્દીઓના ફેફસા મજબૂત બન્યાં છે. ઊંટડીના દૂધમાં ચમત્કારીક ગુણો હોવાનું સાબિત થયું છે. હવે તો અમૂલ બ્રાન્ડે પણ કેમલ મિલ્ક અને તેની બનાવટો બજારમાં મૂકી છે. ટીબીના દર્દીમાં ત્રણ મહિના સુધી કરવામાં આવેલા પ્રયોગના અંતે જાણવા મળ્યું હતું કે દર્દીઓના શરીરમાં હિમોગ્લોબિનની માત્રામાં વધારો થયો છે. પ્રયોગમાં ગાય અને ઊંટડીનું દૂધ તેમને આપવામાં આવ્યું હતું. ગાયના દૂધથી રક્તકણોમાં વધારો થયો હતો અને કેમલ મિલ્કથી ફેફસાંના જખ્મો ઓછા થયાં હતા.

પાલનપુરના બાયોલોજી નિષ્ણાંત જ્યંતિભાઇ પ્રજાપતિએ નોંધેલું છે કે ઊંટડીના દૂધમાં ઇન્સ્યુલીનનો એક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ છે. આ દૂધ પીનારા દર્દીઓને ઇન્સ્યુલીન લેવાની જરૂરિયાત રહેતી નથી. એક ટીવી બૂલેટીનમાં દર્શાવ્યા પ્રમાણે 15 ડાયાબિટીક બાળકોને ઊંટડીનું દૂધ પીવડાવવામાં આવતાં તેઓનો ડાયાબિટીસ કન્ટ્રોલમાં આવી ગયો હતો. આ ગુણધર્મના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં કેમલ મિલ્કની બનાવટોનું વેચાણ વધ્યું છે.

સંશોધકોના મતે કેમલ મિલ્કમાં 40 ટકા કોલેસ્ટ્રોલ ઓછું છે. તેમાં ખનીજ તત્વો જેવાં કે સોડીયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ અને આયોડીનનું પ્રમાણ ઉંચું છે. વિટામીન-સી તેમજ પ્રોટીન ગાયના દૂધ કરતાં કેમલ મિલ્કમાં વધારે જોવા મળ્યું છે. આ દૂધ પીવામાં ખારૂં લાગે છે. ઘણી વાર કેમલ વનસ્પતિ ખાતું હોવાથી તેમાં ક્યારેક વનસ્પતિનો સ્વાદ પણ આવે છે છતાં તે પાતળું અને સફેદ છે. આ દૂધને 10 દિવસ સુધી ઉકાળવામાં ના આવે તો પણ તે બગડતું નથી. તેમાં પાણી ઉમેરવામાં આવે તો 20 દિવસ સુધી તેની ગુણવત્તામાં ફરક પડતો નથી. એક ઊંટડી દિવસમાં 10 લીટર દૂધ આપતી હોય છે જેમાં 88 ટકા પાણીનો હિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *