Gondal Rajkumar Jat Case: રાજકોટના તરઘડિયા ગામમાં ગોંડલથી ઓવરબ્રિજ સુધી ચાલીને જનારા રાજકુમાર જાટ યુવાનના મૃત્યુના કેસમાં રાજકોટ (Gondal Rajkumar Jat Case) પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના એક અકસ્માત હતો. જોકે, મૃતક યુવકનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે, જે અનેક મુદ્દાઓ પર શંકાઓ ઉભી કરી રહ્યો છે. રિપોર્ટમાં લખ્યું છે કે યુવકના ગુદામાં 7 સેમી ઊંડો કટ છે અને લાકડી કે બોથડ પદાર્થથી મારવામાં આવ્યો હોય તેવા ઈજાના નિશાન પણ છે.
ફોરેન્સિક રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો
પ્રાપ્ત માહિતી મુજબ આ ઉપરાંત ઘણી બધી ઇજાઓ એવી છે જે ફક્ત અકસ્માતને કારણે નહીં પણ હિંસા દ્વારા ઇજાઓ થઈ હોવાની પણ શંકા ઉભી કરે છે. નિષ્ણાત ડોકટરોનું કહેવું છે કે ઈજાના નિશાન તાજા છે એટલે કે તે 12 કલાક પહેલાના છે અને શરીરના કેટલાક ભાગો પરના ઈજાના નિશાન જે ચોક્કસ સ્થળોએ 4-4 સેન્ટિમીટર છે, તે કોઈ અકસ્માતને કારણે થયા નથી.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 4-4 સેમી જાડા નિશાન લાકડી જેવી કે બોથડ પદાર્થને કારણે પણ થઈ શકે છે. તેમજ ગુદામાં 7 સેમીનો ઘા કરેલો છે, તે 3 સેમી ઊંડો કટ છે અને 3 સેમી જાડો છે. આ ઈજા હિંસાના કારણે પણ થઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
મોત થયું હોવાની આશંકા
આખા શરીરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના નિશાનો દેખાઈ રહ્યાં છે, શરીરની પાંસળીઓ તૂટી ગઈ છે. છાતીમાં લોહી જમા થઈ ગયેલું છે, હાડકા અને પગના તળિયા ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયા છે. માથામાં પણ ગંભીર રીતે ઈજાના નિશાનો દેખાઈ રહ્યાં છે. પોલીસ રિપોર્ટના આધારે તપાસ કરવાની શરૂઆત કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસના આધારે હજુ નવા ખુલાસાઓ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અકસ્માત થવાનું સ્પષ્ટ કારણ હજું સામે આવ્યું નથી.
લોકસભામાં ઉઠ્યો મુદ્દો
રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરના કારણે તેનું મોત થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો. જોકે, આ બાબતને માનવા તેમનાં પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની CBI તપાસ કરવાની માગ કરી છે. રાજસ્થાનના ત્રણ સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસની માગ કરી ચૂક્યા છે. આજે બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને CBI તપાસની માગ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App