હાલના સમયમાં મોટાભાગની મહિલાઓ પુરુષો કરતાં પણ વધારે ચઢિયાતી બની ગઈ છે. આવી જ એક મ્હીલાસમજ માટે પ્રેરણારૂપ બને એવી ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. સુરત જીલ્લાનાં છેવાડે આવેલ માંડવી તથા ઉમરપાડા તાલુકાઓ જંગલમાં વસેલા તાલુકા છે.
હાલમાં પણ આવાં વિસ્તારમાં હજારો હેક્ટર જંગલ અસ્તિત્વમાં છે. આ જંગલોમાં વન્ય જીવો તથા કિંમતી ઈમારતી લાકડાઓની ભરમાર છે. જેને લીધે અહીં લાકડા ચોર વિરપ્પનો તથા વન્ય જીવોના શિકારીઓ પણ રહેલાં છે. જોકે, આ જંગલનું 6 મહિલાઓ રક્ષણ કરી રહી છે.
માંડવીનું જંગલ કુલ 15,000 થી પણ વધારે હેક્ટરમાં ફેલાયેલું છે પણ માંડવી રેન્જ વન વિભાગમાં આવેલ ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટમાં કુલ 2,500 હેક્ટર જંગલ છે. આ 2,500 હેક્ટરના જંગલના રક્ષણ અર્થે ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટ 1 તથા 2 વિભાગ પાડવામાં આવ્યા છે.
બંને રાઉન્ડમાં 6 મહિલા વનકર્મીઓ ખડેપગે જંગલનું રક્ષણ કરી રહી છે. આ બધી જ મહિલા વનકર્મીઓ વન વિભાગને લગતી બધી જ બાબતોમાં નિપૂર્ણ છે. દીપડાને પકડવાની વાત હોય કે સાપ પકડવાની વાત હોય અથવા તો જંગલની કિંમતી સંપત્તિની જાળવણીની વાત હોય કે પછી રાત્રિ પેટ્રોલિંગ હોય.
આ મહિલાઓ 24 કલાક ખડેપગે જંગલની સુરક્ષામાં તૈનાત રહે છે. આ મહિલાઓમાં નેહાબેન ચૌધરી, ઉષાબેન ચૌધરી, નીલમબેન ચૌધરી, પ્રીતિબેન ચૌધરી, ભરતી વસાવા, હીના સાબડ તથા મૂળ બિહારની તેમજ વર્ષોથી પરિવાસ સુરત સ્થાયી થયો છે તેવી પૂજા સિંહના માથે કુલ 2,500 હેક્ટર વિસ્તારમાં પથરાયેલા ખોડંબાના જંગલના રક્ષણની જવાબદારી રહેલી છે.
બધી જ મહિલાઓ એકલા હાથે તમામ જવાબદારી બખૂબી નિભાવી રહી છે. માંડવી તાલુકામાં આવેલ મધરકુઈ ગામમાં જ્યારે માનવભક્ષી દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આની સાથે જ પાંજરા મૂકીને દીપડાને પકડવામાં આવ્યો હતો.
આવાં સમયે દીપડાને મારી નાખવા માટે ગ્રામજનોએ ઉત્પાત મચાવ્યો હતો. આ સમયે દીપડાને ગ્રામજનો વચ્ચેથી સલામત રીતે ગામની બહાર લઇ જવામાં આ મહિલાઓની ભૂમિકા અગત્યની બની રહી હતી. અહીં નોંધનીય છે કે, વન વિભાગની નોકરી ખૂબ જ પડકારરૂપ હોય છે.
મહિલા વનકર્મી માટે ખાસ કરીને રાત્રિ પેટ્રોલિંગનું કામ ખુબ અઘરું હોય છે. ખોડંબાના જંગલમાં સાગ, સીસમ સહિતના કિંમતી ઈમારતી લાકડાઓની ભરમાર છે. જેથી અહીં લાકડા ચોર પણ એટલા જ સક્રિય છે. મોટાભાગનાં લાકડાઓની ચોરી રાત્રિએ જ થતી હોય છે.
જ્યારે પણ આવી કોઈ જાણકારી મળે ત્યારે આ ટીમ રાત્રે પણ લાકડા ચોરને પકડવા માટે પહોંચી જતી હોય છે. આ બધી મહિલાઓ વન વિભાગને લગતા બધાં કાર્યો પણ ખૂબ સારી રીતે કરે છે. જેમ કે, વૃક્ષોનું પ્લાન્ટેશન, દીપડાના પંજાની ઓળખ, વન્ય જીવોની પ્રવૃત્તિ માટે કેમેરા ગોઠવવા, દીપડાઓને પકડવા માટે પાંજરા મૂકવા, વૃક્ષોની ઓળખ કરવી, જંગલ વિસ્તારોમાં આવેલા ગામોમાંથી ઝેરી તેમજ બીન ઝેરી સાપોને રેસ્ક્યૂ કરવા અને તેને ફરીથી જંગલમાં સલામત રીતે છોડવા વગેરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle