શું લોકડાઉનમાં તમારી પણ નોકરી જતી રહી છે? તો શરૂ કરો આ બિઝનેસ અને કરો લાખો રૂપિયાની કમાણી 

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે કંપનીમાં નોકરી કરતા હજારો લોકોને પોતાની નોકરી ગુમાવી પડી છે. જેના કારણે…

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે કંપનીમાં નોકરી કરતા હજારો લોકોને પોતાની નોકરી ગુમાવી પડી છે. જેના કારણે લોકો ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. હાલમાં રાજ્યમાં અનલોક થયું હોવા છતાં લોકોને ઘરે નવરા બેસવું પડે છે. દરેક લોકો હાલમાં કોઈને કોઈ નોકરીની તલાશમાં છે. આવામાં અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ.

દિલ્હી સરકારે કમાણી અને આર્થિક વિકાસને પુન:સ્થાપિત કરવા માટેના દરવાજા ફરીથી ખોલ્યા હતા, જ્યારે કોરોનાવાયરસ રોગચાળો વધી રહ્યો હોવાથી બે મહિનાના લોકડાઉન પછી, લોકો તેમના રોટલા કમાવવાની રીત નવીન કરી રહ્યા છે, કારણ કે જૂના સ્ત્રોતોએ દુકાન બંધ કરી દીધી છે.

કોરોનાના કારણે થયેલ લૉકડાઉન પછી લોકોએ પોતાની બિલ્ડિંગ, ગાડી તેમજ અનેક જગ્યા સેનિટાઇઝ કરવી પડશે. હવે લૉકડાઉનમાં ઢીલ પણ આપવામાં આવી છે. આથી આ બિઝનેસ શરૂ કરતા જ ચાલવા લાગે તેવી શક્યતા રહેલી છે. હાલ ચાર રસ્તા, રેલવે સ્ટેશનો, ટ્રેન, ગાડી, ઑટો રીક્ષા અને ઘરોને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. જ્યાં પણ સંક્રમણની આશંકા લાગે છે તે જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. ઑફિસો શરૂ કરતા પહેલા તેમને સેનિટાઇઝ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તમે પણ હવે આ નોકરી કરી શકો છો.

કેટલી થશે કમાણી:

જો તમે આ બિઝનેસની શરૂઆત કરો છો તો તમને ઓછા સમયમાં સારી કમાણી થઈ શકે છે. ટુ-વ્હીલર ગાડીને સેનિટાઇઝ કરવામાં 15-20 મિનિટ લાગે છે. જેનાથી તમને 20 થી 30 રૂપિયા સરળતાથી મળી શકે છે. જોકે તમે આનાથી વધારે કમાણી પણ કરી શકો છો.

ફોર વ્હીલર ગાડીને સેનિટાઉઝ કરવામાં 20-25 મિનિટ લાગે છે. જેના બદલામાં તમને 500 રૂપિયા મળી શકે છે. જો તમે દિવસમાં 10 ગાડી સેનિટાઇઝ કરો છો તો તમને 5,000 રૂપિયા મળી શકે છે. આથી તમારી મહિનાની કમાણી 1.5 લાખ રૂપિયા થઈ શકે છે.

કેવી રીતે શરૂ કરશો બિઝનેસ 

હાલ બજારમાં અનેક ઓટોમેટિક મશીન મળી રહી છે. જેનાથી વાહનને સેનિટાઇઝ કરવું ખૂબ સરળ બની જાય છે. તમે તમારા બજેટ પ્રમાણે મશીનની પસંદગી કરી શકો છો. હાલ જે ગાડી રસ્તા પર દોડી રહી છે તેને સેનિટાઇઝ કરવી ખૂબ જરૂરી છે. અહીં તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમે જે કામ કરશો તે સરકારી ગાઇડલાઇનની અંદર રહીને કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *