ઘઉં-ચોખાને ભૂલી, આ ઔષધીય છોડની કરો ખેતી; થશે તગડી કમાણી

Medicinal Plants of Cultivation: જો તમે પણ ખેતી દ્વારા સારી કમાણી કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એવો જ એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આજકાલ લોકો ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. લોકો નોકરી માટે તેમજ વધારાની આવક માટે ખેતી તરફ વળ્યા છે. ભારતના ખેડૂતો પણ હવે પરંપરાગત પાકોને બદલે રોકડ અને ઔષધીય છોડની ખેતી(Medicinal Plants of Cultivation) કરી રહ્યા છે. આમાંથી તેઓ સારો નફો કમાઈ રહ્યા છે. જો તમે પણ ખેતીમાંથી સારો નફો મેળવવા માંગતા હોવ તો આજે અમે તમને એવા જ એક પાક વિશે જણાવી રહ્યા છીએ.

સારા સ્વાસ્થ્ય માટે લોકો ઔષધીય છોડનો આશરો લઈ રહ્યા છે
ખેડૂતો ઔષધીય છોડની ખેતી કરીને વધુ સારો નફો મેળવી શકે છે. હાલમાં કોરોનાના કારણે લોકો ફરી એકવાર કુદરતી ઔષધીય તરફ વળ્યા છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને સારા સ્વાસ્થ્ય માટે લોકો ઔષધીય છોડનો આશરો લઈ રહ્યા છે. ભારતીય ઔષધીય વનસ્પતિઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર ખેડૂતોને તમામ શક્ય સહકાર પણ આપી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં ઔષધીય ખેતીને પ્રોત્સાહિત કરવા 4000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

અશ્વગંધા, ફુદીનો, સરગવો, લેમન ગ્રાસ અને શતાવરી જેવા ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જેની ખેડૂતો ખેતી કરી શકે છે. ખેડૂતો પાક વૈવિધ્યતા અપનાવે છે અને ખેતર ખાલી પડે તો તેમાં ઔષધીય છોડની ખેતી કરે તો સારો નફો મેળવી શકે છે.

સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં કરવામાં આવે છે અશ્વગંધાની ખેતી
અશ્વગંધાની ખેતી માટે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરનો મહિનો ખુબ જ સારો માનવામાં આવે છે અને આ જ મહિનામાં તેની ખેતી કરવામાં આવે છે. સારા પાક માટે નરમ જમીન અને તાપમાન શુષ્ક હોવું જરૂરી છે. રવિ સિઝનમાં વરસાદ પડે તો પાક સારો થાય છે. સારા પાકની કાપણી માટે ખેતરમાં ઓર્ગેનિક ખાતર નાંખવામાં આવે છે. વાવાણી માટે 10-12 કિલો પ્રતિ હેક્ટર પૂરતું છે. ત્યારે વાવાણીના 7 તી 8 દિવસમાં બીજ અંકુરિત થઈ જાય છે.

સરગવાના ફાર્મિંગ વ્યવસાયમાં તમે એકવાર નાણાંનું રોકાણ કરીને લાંબા ગાળાની કમાણી કરી શકો છો. એકંદરે તમે દર વર્ષે રૂ. 5 લાખ સુધીની કમાણી કરી શકો છો. એકવાર વાવ્યા પછી તેને ચાર વર્ષ સુધી વાવવું પડતું નથી. સરગવો ઔષધીય છોડ છે. જેથી આવા છોડની ખેતી સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ સરળ બની ગયું છે. યોગ્ય રીતે ઉગાડવામાં આવેલા સરગવાની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વધુ માંગ છે. જેથી વર્તમાન સમયે ખેડૂતોનું ધ્યાન સરગવાની ખેતીના વ્યવસાય પર વધી રહ્યું છે.

લેમન ગ્રાસની ખેતી કેવી રીતે કરવી
લેમન ગ્રાસની ખેતી કરવા માટે તેના છોડ ખરીદવા પડે છે. તેનો એક છોડ લગભગ એક રૂપિયાના દરે મળે છે. લેમન ગ્રાસ પ્લાન્ટ એક ફૂટના અંતરે એક લાઇનમાં રોપવામાં આવે છે. એક પંક્તિથી બીજી હરોળ વચ્ચે ઓછામાં ઓછું દોઢ ફૂટનું અંતર રાખવું જોઈએ. કારણ કે પાછળથી આ છોડ ફેલાય છે. તેને રોપવાનો ઉત્તમ સમય જુલાઈથી સપ્ટેમ્બર માસ છે.

ઓછા ખર્ચે વધારે નફો થાય છે
લેમન ગ્રાસની ખેતીનો ખર્ચ ઓછો અને નફો વધારે છે. એક એકરમાં લેમન ગ્રાસની ખેતી કરવા માટે લગભગ 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ચાર મહિના બાદ જ્યારે લેમન ગ્રાસ તૈયાર થાય છે, ત્યારે તેની કિંમત લગભગ 90 હજાર રૂપિયા જેટલી થાય છે. તેમાંથી ખેડૂતોને એકર દીઠ 60 થી 65 હજાર રૂપિયા જેટલો નફો મળે છે. લેમન ગ્રાસની 5000 ડાળીમાંથી 80 કિલો સુધી તેલ નીકળે છે.