પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા જોડાયા ભાજપમાં, દેશમાં રાફેલ જેટ લાવવામાં હતી મુખ્ય ભૂમિકા

RKS Bhadauria Joins BJP: પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા ભાજપમાં(RKS Bhadauria Joins BJP) જોડાયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે.ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે ભાજપ તેમને યુપીના ગાઝિયાબાદથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવી શકે છે.

દેશના 23મા વાયુસેના પ્રમુખ હતા
પૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા ભાજપમાં જોડાયા છે. તેઓ ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભદૌરિયા યુપીના રહેવાસી છે. તેમની સાથે તિરુપતિના પૂર્વ સાંસદ અને નિવૃત્ત IAS બરાપ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાયા હતા. ભૂતપૂર્વ વાયુસેના પ્રમુખ ભદૌરિયાનું સ્વાગત કરતાં વિનોદ તાવડેએ કહ્યું કે તેઓ વાયુસેનામાં 4315 કલાક ઉડાન ભરી હતી. તેમની વિશેષતા એ છે કે તેઓ આત્મનિર્ભર ભારતના અભિયાનમાં સક્રિય હતા જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આરકેએસ ભદૌરિયાએ 30 સપ્ટેમ્બર 2019 થી 30 સપ્ટેમ્બર 2021 સુધી એરફોર્સ ચીફનું પદ સંભાળ્યું હતું. તેઓ દેશના 23મા વાયુસેના પ્રમુખ હતા. ભદૌરિયા મૂળ આગ્રા જિલ્લાના બાહ તાલુકાના રહેવાસી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભદોરિયાની પ્રશંસામાં કહ્યું કે જ્યારે હું તમને અને તમારા જેવા લોકોને યુનિફોર્મમાં જોઉં છું ત્યારે મને ઘણી પ્રેરણા મળે છે. જ્યારે યુવાનો સુરક્ષિત ભારતની કલ્પના કરે છે ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ જુએ છે. વિકસિત ભારત, સુરક્ષિત ભારત મોદીના નેતૃત્વમાં જ શક્ય છે. ઠાકુરે કહ્યું કે તમારા જેવા લોકોએ દેશને સુરક્ષિત બનાવવા માટે લાંબા સમય સુધી સેવા આપી છે.

ભાજપ આજે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી શકે છે
ભાજપ આજે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી શકે છે. સૂત્રોને ટાંકીને આ માહિતી મળી છે કે વરુણ ગાંધી, સંઘમિત્રા મૌર્ય અને વીકે સિંહની ટિકિટ કપાઈ શકે છે. સુલતાનપુરથી મેનકા ગાંધીને ફરી મેદાનમાં ઉતારવાની શક્યતા છે.

જ્યારે સંભાલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, પુરીથી સંબિત પાત્રા અને ભુવનેશ્વરથી અપરાજિતા સારંગી માટે ટિકિટ શક્ય છે. બે વર્તમાન સાંસદ વિશ્વેશ્વર ટુડુ અને પ્રતાપ સારંગીની ટિકિટ કપાઈ શકે છે.

શનિવારે BJP CECની બેઠક યોજાઈ હતી
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શનિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક 3 કલાક સુધી ચાલી હતી. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત CEC સભ્યોએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન રાજ્યોમાંથી સંભવિત ઉમેદવારોની યાદી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે લોકસભાની 543 સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 4 જૂને મતગણતરી થશે.