પૂર્વ મુખ્યમંત્રીની પૌત્રીએ નાની ઉંમરે કર્યો આપઘાત- કારણ જાણી…

કર્ણાટક(Karnataka)ના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા(BS Yeddyurappa)ની પૌત્રી સૌંદર્યાનું અવસાન થયું છે અને તેનો મૃતદેહ બેંગલુરુ(Bengaluru)ના એક એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. સૌંદર્યા તેના બેંગલુરુના નિવાસસ્થાને ફાંસી પર લટકતી જોવા મળી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ(Hospital)માં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આપઘાત

આ અંગે માહિતી આપતા બીએસ યેદિયુરપ્પાની ઓફિસે જણાવ્યું કે, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા બેંગ્લોરના એક ખાનગી એપાર્ટમેન્ટમાં લટકતી હાલતમાં મળી આવી હતી. બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા 30 વર્ષની હતી અને તે વ્યવસાયે ડૉક્ટર હતી. સૌંદર્યા મધ્ય બેંગ્લોરમાં તેના ફ્લેટમાં રહેતી હતી અને તેને ચાર મહિનાનું બાળક છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતી.

જણાવી દઈએ કે, સૌંદર્યા બીએસ યેદિયુરપ્પાની મોટી પુત્રી પદ્માવતીની પુત્રી છે અને એવી આશંકા છે કે સૌંદર્યાએ આત્મહત્યા કરી લીધી છે. સૌંદર્યાના લગ્ન વર્ષ 2019માં ડૉક્ટર નીરજ સાથે થયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટના લગભગ સવારે 10 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે, જ્યારે ઘરની નોકરે રૂમનો દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ જવાબ ન મળતાં તેણે સૌંદર્યાના પતિ ડૉ.નીરજને ફોન કર્યો. આ પછી જ્યારે નીરજે દરવાજો ખોલ્યો તો તેણે સૌંદર્યાને બેડરૂમમાં પંખાથી લટકતી જોઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *