Kamla Beniwal Passes Away: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. રાજધાની જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કમલા રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી (Kamla Beniwal Passes Away) હતા. પૂર્વ સીએમ અશોક ગેહલોત સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે.
કમલા બેનીવાલ સાત વખત ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. તેઓ પોતાની 11 વર્ષની ઉંમરે બેનીવાલે ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.
कांग्रेस की वरिष्ठ नेता, त्रिपुरा, गुजरात एवं मिजोरम की पूर्व राज्यपाल तथा राजस्थान की उपमुख्यमंत्री रहीं श्रद्धेय डॉ. कमला बेनीवाल के निधन के समाचार से मुझे गहरा आघात लगा है। कमला जी का व्यक्तित्व बहुआयामी रहा एवं उन्होंने राजनीति के अलावा भी हर क्षेत्र में अनुकरणीय कार्य किए।… pic.twitter.com/EuDDIyNDOh
— Ashok Gehlot (@ashokgehlot51) May 15, 2024
મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે કમલા બેનીવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, “ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના વ્યક્ત કરું છે. હું તેમના પરિવાર સાથે જ છું. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશ કે તેમને પોતાના શરણમાં સ્થાન આપે. અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App