હજુ તો નવાં વર્ષની શરૂઆત થાય એની પહેલાં જ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દૂર્ઘટનામાં અઝહરુદ્દીનનો જીવનો આબાદ રીતે બચાવ થયો છે. આ દૂર્ઘટના રાજસ્થાન પાસે લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પાસે સર્જાયો છે.
57 વર્ષીય ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભૌર બાજુ જતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. મોહમ્મદ અઝહરુદ્દીનનો 19 વર્ષીય દીકરો માર્ગ અકસ્માતમાં જ મોતને ભેટ્યો હતો. 7 સપ્ટેમ્બર વર્ષ 2016નાં રોજ એક માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય અયાઝુદ્દીનની સ્પોર્ટ્સ બાઈક સ્લીપ મારી જતા મોત થયું હતું.
ટાયર ફાટવાથી સર્જાઈ દૂર્ઘટના :
મળી રહેલ જાણકારી મુજબ અઝહરુદ્દીન કેટલાંક લોકો સાથે સવાઈ માધોપુર તરફ જઈ રહ્યો હતો. કારમાં કુલ 4 લોકો સવાર હતા. કારનું પાછલું ટાયર ફાટી જતા, કાર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ફુલ મોહમ્મદ ચોક પર પલટી મારી ગઈ હતી. ત્યારબાદ કાર રોંગ સાઈડ પર ઘુસી જતાં બાજુમાં આવેલ એક ઢાબામાં ઘૂસી ગઈ હતી.
જેને કારણે ઢાબામાં કામ કરી રહેલ યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. દૂર્ઘટના બન્યાં બાદ DSP નારાયણ તિવારી ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં. મોહમ્મદ અઝહરુદ્દીન પરિવાર સાથે ન્યૂયર સેલિબ્રેશન માટે સવાઇ માધોપુરના રણથંભૌર તરફ જઈ રહ્યાં હતા. અઝહરુદ્દીનની સાથે આવી રહેલ વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાયા પછી અન્ય એક કારથી મોહમ્મદ અઝહરુદ્દીનને હોટલ લઈ જવામાં આવ્યા હતાં.
જવાનજોધ પુત્રને અકસ્માતમાં જ ગુમાવ્યો હતો :
મોહમ્મદ અઝહરુદ્દીનનો ફક્ત 19 વર્ષીય દીકરો માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. 7 સપ્ટેમ્બર વર્ષ 2016નાં રોજ એક માર્ગ અકસ્માતમાં 19 વર્ષીય અયાઝુદ્દીનની સ્પોર્ટ્સ બાઈક સ્લીપ મારી જતા દુર્ઘટના સર્જાઈ હતી. અયાઝુદ્દીન એરપોર્ટથી પોતાના મિત્ર સાથે હૈદરાબાદમાં આવેલ પોતાના ઘરે બંજારા હિલ્સ બાજુ જઈ રહ્યો હતો.
આ સમયે પોતાની સ્પોર્ટ્સ બાઈકમાં સવાર પોતાના મિત્ર સાથે રેસ લગાવી રહ્યો હતો. આ સમયગાળા વખતે તેની બાઈક સ્લીપ મારી જતાં અયાઝુદ્દીનની બાઈક પાછળ તેના ફઈનો દીકરો બેઠો હતો, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અયાઝુદ્દીનને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જો કે, વધારે પડતું લોહી વહી જવાને કારણે માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાને લીધે અયાઝુદ્દીન ટૂંક સારવાર પછી મોત થયું હતું. અયાઝુદ્દીન તેના પિતાની જેમ ક્રિકેટ રમવાનું પસંદ કરતો હતો. અયાઝુદ્દીન, અઝહરુદ્દીની પ્રથમ પત્ની નૌરીનનો દીકરો હતો. નૌરીનથી અઝહરુદ્દીનને બે દીકરા છે. ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે અઝહરુદ્દીને નૌરીનને છુટાછેડા આપવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle