મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સવારે ઉઠતાની સાથે જ પીવે છે આ પીણું, તેના ફાયદા જાણીને તમે પણ થઇ જશો આશ્રર્યચકિત

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેમને શ્વેતા શાહે સાક્ષી ધોનીના આહાર અને ફિટનેસ અંગે ઘણા રહસ્યો જાહેર કર્યા છે. શ્વેતા શાહે તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે માહીની પત્ની સાક્ષી ધોની સવારે ઉઠીને ખાસ પીણું લે છે.જે તેમને ફિટ રહેવા માટે મદદ કરે છે. ચાલો આ પીણાના ફાયદા અને રેસીપી વિશે જાણીએ.

જાણો સાક્ષી ધોનીનો આહાર શું છે?
ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઇન્ટરવ્યૂ શેર કર્યો છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીની પત્નીનો આહાર જણાવવામાં આવ્યો છે. શ્વેતાએ કહ્યું કે સાક્ષી ધોની સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવે છે. નાસ્તામાં ધોનીની પત્ની 2 ઇંડાનાં સફેદ ભાગ સાથે શાકભાજી અને કોફીનું સેવન કરે છે.

નાસ્તાના થોડા સમય પછી, સાક્ષી ધોની સફરજન અને કાકડીનો રસ પીવે છે અને બપોરના ભોજનમાં ક્વિનોઆ ખીચડી ખાય છે. ખીચડી પછી તે એક ચમચી ચિયાના બીજ સાથે એક ગ્લાસ છાશ પીવે છે, જેથી પાચન બરાબર રહે છે. અંતે, માહીની પત્ની રાત્રિભોજન માટે શાકભાજી સાથે ચિકન અને શેકેલી માછલી ખાય છે.

વરિયાળી અને કાળી કિસમિસ પાણી બનાવવાની રીત
આ પીણું બનાવવા માટે, રાત્રે એક ગ્લાસ પીવાના પાણીમાં એક ચમચી વરિયાળી અને 4-5 કાળી કિસમિસ પલાળી રાખો. સવારે ઉઠ્યા બાદ આ પાણીને ગાળીને ખાલી પેટ પર પીવો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *