Manmohan Singh Passed Away: ભારતના પૂર્વ પ્રધાનમંત્રી તેમજ નીપુણ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન(Manmohan Singh Passed Away) સિંહનું 92 વર્ષની ઉંમરે ગુરૂવારના રોજ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેથી તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન બાદ દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મનમોહનસિંહ 2004 થી 2014 એમ કુલ 10 વર્ષ સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા. આપણે અત્યારે જે ભારતનો વિકાસ જોઈ રહ્યા છીએ તેના મૂળમાં ડોક્ટર મનમોહન સિંહે કરેલા આર્થિક ઉદારીકરણને આભારી છે. વર્ષ 1991 માં ભારતના નાણામંત્રી તરીકે સેવાઓ આપી હતી.
તેમના આ મૃત્યુને લીધે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેમજ આજે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક થશે જેમાં ડોક્ટર મનમોહન સિંહ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સમાચાર આવી રહ્યા છે કે અંતિમ દર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઘરે જઈ શકે છે. આરએસએસ સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. મોહન ભાગવત એ કહ્યું કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી તથા દેશના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહનસિંહના નિધનથી સમગ્ર દેશ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે.
દેશવાસીઓ તેમના પરિવાર તથા અસંખ્ય પ્રિયજનો ને ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ડોક્ટર મનમોહનસિંહ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને તેમણે દેશના સર્વોચ્ચ પદને શોભાયમાન કર્યું હતું. ડોક્ટર મનમોહનસિંઘના ભારત પ્રત્યેના યોગદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં. અમે પ્રાર્થના કરીએ છીએ કે દિવગંત આત્માને સદાય શાંતિ પ્રદાન કરી.
શશી થરુરે દુઃખ વ્યક્ત કર્યું
તેમજ કોંગ્રેસના નેતા શશી થરૂરે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના ખૂબ દુઃખદાયક છે. તેઓ એક મહાન પ્રધાનમંત્રી હતા જેમણે દેશની સેવા કરી. અમે અમારા તમામ કાર્યક્રમો રદ કરીએ છીએ અને દિલ્હી પરત ફરી રહ્યા છીએ.
ગૃહ મંત્રી અમિત શાહ પણ જશે શ્રદ્ધાંજલિ આપવા માટે
હાલમાં ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહ પૂર્વા પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિવાસ્થાન પર જઈ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App