રાજસ્થાનમાં રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ વસુંધરા રાજે ને શનિવારે દિલ્હીમાં સિનિયર જનતા રાજનાથ સિંહ સાથેની મુલાકાતે રાજકીય ગરમાવો ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી ૧૪ ઓગસ્ટએ રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરુ થઇ રહ્યું છે. જેમાં અસ્થિર થયેલી ગહેલોત સરકાર પોતાનો બહુમત સાબિત કરી શકે છે. સચિન પાયલોટ સાથે થયેલા મતભેદ બાદ તેમનું ભાજપમાં જવાનું અડધેથી લટકી જતા અશોક ગહેલોત ગેલમાં છે.
કહેવાય છે કે, વસુંધરા રાજે એ સચિન પાયલોટને મુખ્યમંત્રી ન બનવા દેવા પૂરેપૂરું જોર લગાવ્યું હતું. જેથી પાયલોટનો ભાજપ પ્રવેશ લટકી પડ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બીજેપીએ વસુંધરા રાજે ના તરફદાર ગણાતા 12 ધારાસભ્યોને ગુજરાતમોકલી દીધા છે. સૂત્ર પાસેથી મળતી અનુસારવસુંધરાએ જેપી નડ્ડાએ કહ્યું છે કે તે પાર્ટીની સાથે છે, પણ સ્વાભીમાનથી સમાધાન કરશે નહી. વસુંધરા રાજે 12 મી ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેવાના છે છે અને 13 ઓગસ્ટના રોજ ના જયપુર પરત ફરશે છે. માનવામાં આવે છે કે વસુંધરા પોતાનું રાજકીય અસ્તિત્વ ગુમાવવા માંગતા નથી તેથી જ અશોક ગહેલોત ની સરકારને સ્થિર રાખવા પોતાના સમર્થક ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવી શકે છે અથવા ગેર હાજર રખાવી શકે છે.
અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે વસુંધરા રાજે કોંગ્રેસમાં થયેલા ઘમાસાણ અંગે લાંબા સમય સુધી મૌન રાખ્યું હતું, ભાજપમાં ચર્ચાઓનું બજાર તેના વિશે ગરમ હતું. ગયા મહિને, જ્યારે રાજસ્થાન ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ રાજકીય દાવ ચલાવવાની તૈયારી કરી રહી હતી, ત્યારે વસુંધરા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોવા છતાં આ ઘટનાઓમાંથી ગાયબ હતા. સચિન પાયલોટ જો ભાજપમાં જાય તો વસુંધરાનો રાજસ્થાનના રાજકારણમાંથી કાંટો નીકળી જાય. અમિત શાહ અને વસુંધરા વચ્ચેનો ખટરાગ સરાજાહેર જ છે. જેથી અશોક ગહેલોતને ટેકો આપીને તે અમિત શાહની દખલગીરી પર પણ ડામ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP