ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કુશીનગર(Kushinagar)માં બુધવારે સવારે એક જ પરિવારના ચાર બાળકોના ઝેરી ચોકલેટ(Toxic chocolate) ખાવાથી મોત થયા હતા. ઘટના બાદ જ્યારે વારંવાર જાણ કરવા છતાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ન પહોંચી ત્યારે પરિવારના સભ્યો ચારેય બાળકોને બાઇક પર લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. એક સાથે ચાર બાળકોના મોતથી ગામમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કસાયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુડવા ઉર્ફે દિલીપનગરના લાથુર ટોલાના વડા દેવી સવારે ઘરનો દરવાજો સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન તેને પોલીથીનમાં પાંચ ચોકલેટ અને નવ રૂપિયા મળ્યા. તેણે ત્રણ ચોકલેટ તેના પૌત્રોને અને એક પાડોશીના બાળકને આપી. ચોકલેટ ખાધા બાદ ચારેય બાળકો રમવા માટે ઘણા આગળ ગયા હતા કે તેઓ બેહોશ થઈને જમીન પર પડ્યા હતા. માસુમ બાળકોને તડપતા જોઈને ગ્રામજનોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ લાંબા સમય સુધી એમ્બ્યુલન્સ ન આવતાં દરેક બાળકોને બાઇક પર બેસાડી જિલ્લા હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં ડોક્ટરોએ ચારેય બાળકોને મૃત જાહેર કર્યા હતા.
મૃત બાળકોમાં રસગુલની 5 વર્ષની પુત્રી મંજના, ત્રણ વર્ષની સ્વીટી અને બે વર્ષનો પુત્ર સમરનો સમાવેશ થાય છે. બાલેસરના 5 વર્ષના એકમાત્ર પુત્ર અરુણનું પણ ટોફી ખાવાથી મોત થયું છે. બુધવારે વહેલી સવારે ચાર બાળકોના મોતથી ગામમાં ચકચાર મચી ગઈ છે. પરિવારના સભ્યોના આક્રંદથી દરેકનું હૃદય ફાટી રહ્યું છે.
ચોકલેટના કાગળ પર બેઠેલી માખીઓ પણ મોતને ભેટી:
ગ્રામજનોના જણાવ્યા મુજબ ચોકલેટના કાગળ પર બેઠેલી માખીઓ પણ મરી રહી હતી. એક ચોકલેટ રિઝર્વમાં રાખવામાં આવી છે. એસડીએમ કસાયા વરુણ કુમાર પાંડેએ જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તમામ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.