સુરતના ત્રણ યુવકો બન્યા કાળનો કોળીયો, અકસ્માત દરમિયાન નીપજ્યા કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં અકસ્માતો(Accidents)ની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાફિક વિભાગ અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. રાજ્યમાં વધુ એક વાર અકસ્માતની ઘટના બની છે.

નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલી(Chikhli) પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે. સુરત(Surat)ના ત્રણ યુવકોના બાઇક ડિવાઈડર સાથે અથડાતા મોત નિપજ્યા છે. એકનું ઘટનાસ્થળે અને બેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 21 માર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એક અકસ્માત થયો હતો. લખતર તાલુકાના ઝમરથી વિઠ્ઠલપરા રોડ પર બાઇક સવાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર દંપતીને ઇજા થઇ હતી.

અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને લખતરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું, જોકે ગંભીર ઈજાના કારણે તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *