દેશભરમાં ભારે હોબાળા છતાં ચાર બાળાઓ પર બળાત્કાર

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં એક 13 વર્ષીય સગીરા પર રેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસે 60 લોકોની ધરપકડ કરી છે અને 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા મમતા બેનરજીએ કડક આદેશ આપ્યો છે. જ્યારે કેરળમાં પણ રેપની એક ઘટના સામે આવી છે. અહીં પાણી પીવાના બહાને એક શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. પોલીસે આ મામલે 25 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે.

જ્યારે તેવી જ અન્ય એક ઘટના બુલંદશહેરમાં પ્રકાશમાં આવી છે. ઉન્નાવમાં જ રેપની ઘટનાને પગલે લોકોમાં રોષ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં વધુ એક રેપની ઘટના સામે આવી છે. બુલંદ શહેરમાં માત્ર 14 વર્ષની સગીરા પર રેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપની આ ઘટના બાદ નરાધમોએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાઇરલ કરી દીધો હતો. જેને પગલે પીડિતા હાલ આઘાતમાં છે. જ્યારે પોલીસ દ્વારા દરેક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

બિહારમાં માત્ર પાંચ વર્ષની બાળકી પર રેપની ઘટના સામે આવી છે.અહીંના દરભંગામાં પાંચ વર્ષની બાળકીને ફોસલાવીને ટેંપો ડ્રાઇવર અજાણી જગ્યા પર લઇ ગયો હતો અને બાદમાં તેના પર રેપ કર્યો હતો. હાલ આ બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોક્સો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.  બીજી તરફ ઉન્નાવમાં પોલીસની ગેરરીતી સામે આવી છે. અહીં એક દુષ્કર્મની પીડિતા પોલીસ સમક્ષ ફરિયાદ લઇને ગઇ હતી તો પોલીસે કહ્યું કે તમારા પર રેપ નથી થયો, રેપ થાય તે પછી ફરિયાદ માટે અહીં આવજો. એ જ ઉન્નાવ છે કે જ્યાં એક રેપ પીડિતાને જીવતી સળગાવી દેવાઇ હતી જેને પગલે તેનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *