રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરમાં એક ખુબ જ હચમચાવી દે તેવી ઘટના જોવા મળી હતી. જેમાં રક્ષાબંધનના ચાર દિવસ પહેલા જ પોતાની બહેનનું અપહરણ સગા ભાઇએ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગય હતી. ગુજરાતમાં આ વીડિયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના દ્વારકેશ પાર્ક નંબર 7 સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા દીપેશ ખીમજીભાઇ પંચાસરા નામના યુવકે પોતાનાં સાળા અને 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોતાની પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા બનાવ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, તે મુળ પડધરીના દેપાળિયા ગામનો રહેવાસી છે. રાજકોટના દ્વારકેશ પાર્કમાં સનરાઇઝ એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે ઉર્મિલા જસાભાણ સરેણા સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેઓ રાજકોટમાં લગ્ન પછીથી રહે છે. જો કે ગઈ સાંજે બિનકાયદેસર રીતે તેમનો સાળો નીતિન અને બીજા 3 અજાણ્યા વ્યક્તિ ઘરમાં ઘૂસીને બળજબરીથી તેમની પત્નીને ઉર્મિલાને ઉઠાવીને લઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પતિને આ બનાવ અંગે જાણ થઇ ત્યારે તેને તરત ઘરે પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં, સાળા નીતિને પતિને ફોન કરીને ધમકી પણ આપી હતી કે, હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દવ. સમગ્ર મુદ્દે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. આ ઉપરાંત, અપહરણકારોને પકડી પાડવા માટે ચક્રોપણ ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.