સુરત પોલીસ દ્વારા 38 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો- જુઓ વિડીઓ

રૂપાણી સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે એ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાઓએ ખુલ્લેઆમ દારૂની વેપાર કરવામાં આવી રહ્યો છે. લોકો દારૂ લેવા માટે ઉમટી પડે છે. પરંતુ મહત્વનું એ છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ ગુજરાત રાજ્યમાં આવે છે ક્યાંથી?

તમને જણાવી દઈએ કે, આવતી કાલે જ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાના  પાટડી નામદાર કોર્ટમાંથી મંજરી મેળવીને શનિવારના રોજ મેળવી શનિવારે પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલિસ મથકને મળી કુલ રૂ. 92.73 લાખ રૂપિયાની 41,324 વિદેશી દારૂ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સમગ્ર ઘટનાની કાર્યવાહી દરમિયાન એસડીએમ પાટડી અને ડીવાયએસપી ધ્રાંગધ્રા અને ચારેય પોલિસ મથકના પીએસઆઇની ઉપસ્થિતિમાં જ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવી તમાર વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.

ત્યારે હવે સુરેન્દ્રનગર બાદ સુરત જીલ્લામાં પણ પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા 38 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો છે. પોલીસ દ્વારા 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા તમામ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેમનો નાશ કર્યો હતો.

આ 38 લાખનું દારૂનો નાશ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો. દારૂની બોટલો પર બુલડોઝર ચલાવીને તમામ દારૂના જથ્થાનો નાશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *