હિમાચલ પ્રદેશ: અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તેવામાં ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ(Chandigarh-Manali National Highway) (NH-205) ના ગંભર પુલ(Ganbhar bridge) પર એક દર્દનાક અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. તમામ યુવકો હરિયાણાના કૈથલના(Kaithal of Haryana) રહેવાસી હતા, તેઓ હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના મનાલી(Manali)ની મુલાકાત લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેની કાર અનિયંત્રણ થઈને રસ્તાથી સાઇડમાં આવેલી 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. તેમાંથી 3 યુવાનોના મૃતદેહ કારની વચ્ચે ફસાયેલા હતા, જ્યારે 1 યુવક કારની બહાર પડેલો હતો. યુવકોની ઓળખ રાહુલ, મોહિત, રોબિન અને અભિષેક તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ યુવકોના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ આ વિશે કોઈને ખબર નહોતી. જ્યારે યુવકના પરિવારજનોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમાંથી કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ પરિવારે આ અંગે કૈથલ પોલીસને જાણ કરી હતી. કેથલ પોલીસે આ અંગે બિલાસપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં યુવકોના ફોનનું લોકેશન સ્વરઘાટ વિસ્તાર નજીક પોલીસ સ્ટેશન રામશહર નજીકથી મળી આવ્યું હતું.
સ્વરઘાટ પોલીસ કોન્સ્ટેબલ અજય કુમાર મંગળવારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમણે ગંભર બ્રિજ પાસે તૂટેલો પેરાપીટ જોયો હતો. શંકાના આધારે, જ્યારે તેઓ રસ્તાથી લગભગ 300 ફૂટ નીચે ગાઢ જંગલમાં ગયા હતા, ત્યારે તમામ યુવકો કારમાં મૃત હાલતમાં પડેલા હતા. કારમાંથી પણ દુર્ગંધ આવતી હતી. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી તમામ યુવાનોને ઊંડી ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના મૃતદેહોને નાલાગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.