Shubhman Gill Fraud Case: ભારતના ચાર નામથી ક્રિકેટરોને ગુજરાતની સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે સમન્સ મોકલ્યું છે. આ ચાર ક્રિકેટરોના નામ શુભમન ગીલ, રાહુલ તેવટીયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શન છે જે 450 કરોડના ચીટ ફંડ કેમ માં તેઓની ધરપકડ (Shubhman Gill Fraud Case) થઈ શકે છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તપાસ એજન્સીઓ દ્વારા બી ઝેડ ચીટ ફંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ની પૂછપરછ કરવામાં આવી. તેમને ખુલાસો કર્યો કે આ ચાર ક્રિકેટરોએ ઇન્વેસ્ટ કરેલા પૈસા ને પરત આપ્યા ન હતા.
તપાસ અધિકારીઓ અનુસાર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરનાર ગીર આ સ્કીમમાં 1.95 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ ક્રિકેટરો એ પણ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું. તપાસ અધિકારીઓએ ભુપેન્દ્ર ઝાલાના હિસાબ કિતાબ રાખનાર ઋષિક મહેતાની ધરપકડ કરી છે.
એક રિપોર્ટ અનુસાર જો વૃષિક મહેતા આ મામલે દોષિત હશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે હિસાબનીસોની એક ટીમ તૈયાર કરી છે જે ભુપેન્દ્ર ઝાલા દ્વારા સંચાલિત અનુપચારિક એકાઉન્ટ બુક અને ટ્રાન્જેક્શન ની તપાસ કરશે. Cid અધિકારીઓએ ભુપેન્દ્ર ઝાલા દ્વારા સંચાલિત આ તમામ ડાયરીઓ જપ્ત કરી લીધી છે. સોમવારથી જ આ ટીમ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે.
A clean slate. A new story. ✨#AavaDe pic.twitter.com/fNt319mJlP
— Gujarat Titans (@gujarat_titans) January 1, 2025
શું આઇપીએલમાં ગીલ રહી હોય ગુજરાતનો કેપ્ટન?
ગત વર્ષ એટલે કે 2024 ની ipl સીઝનમાં શુભમન ગીલ ગુજરાતનો કેપ્ટન ગયો હતો. પરંતુ તેની કેપ્ટન સીમા ટીમનું પ્રદર્શન સારું ન હતું.હવે 2025 ના ipl માટે ગુજરાત ટાઇટન્સ ની નવા વર્ષની પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે હવે શુભમનના હાથમાંથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવશે. કેમકે ગુજરાત ટાઇટન્સ ટીમના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર એવી પોસ્ટ કરવામાં આવી છે જેમાં રાશિખાન એકલો જ દેખાઈ રહ્યો છે. એટલા માટે આ અટકણોને હવા મળી છે કે 2025 ની આઇપીએલ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન સુગમનગીલ નહીં પરંતુ રાશિદખાન હશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App